તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:રાજકોટ SOGએ અમદાવાદ ટ્રાફિક પોલીસનાં ASI સહિત ત્રણ શખ્સોને વિદેશી દારૂ સાથે ઝડપી લીધા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં દારૂબંધીનાં મોટા-મોટા બણગા ફૂંકવામાં આવી રહ્યા છે. પરંતુ કેટલીક વખત કાયદાનો કડક અમલ કરાવવો જેનું કામ છે, તેવા પોલીસકર્મી પણ દારૂનાં ધંધામાં સંડોવાયેલા હોવાનું સામે આવતું હોય છે. આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદ આઈ-ડિવિઝનનાં ટ્રાફિક ASI ખુદ વિદેશી દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કરતા ઝડપાયા છે. હાલ એસઓજીએ ASI સહિત 3 આરોપીઓને વિદેશી દારૂ ઉપરાંત બે કાર સહિત કુલ રૂ. 9.53 લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

જાણવા મળતી વિગતો મુજબ, એસઓજી પોલીસને વિદ્યાનગર રોડ નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર પસાર થવાની બાતમી મળી હતી. જેને આધારે વોચ ગોઠવી પોલીસે બાતમી મુજબની બે કાર નીકળતા જ બંનેને અટકાવી તલાશી લીધી હતી. આ દરમિયાન સિયાઝ કારમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 72 બોટલો સાથે મહેન્દ્રસિંહ અશોકકુમાર વૈદ્ય નામનો એક શખ્સ ઝડપાયો હતો.જ્યારે બીજી મારૂતિ સ્વીફ્ટ કારમાં અમદાવાદ ખાતે આઈ-ડીવીઝનમાં ટ્રાફિક ASI તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ રણજીતસિંહ દરબાર અન્ય એક આરોપી કૃણાલ હસમુખભાઇ શાહ સાથે મળીને સિયાઝ કારનું પાયલોટિંગ કરતા હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ એસઓજીએ ત્રણેયને ઝડપી લીધા છે. આરોપીઓનાં કોવીડ ટેસ્ટ અંગેનો રીપોર્ટ આવ્યા બાદ ધોરણસરની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પકડાયેલ મુદામાલ :

  • ટીચર્સ હાઇલેન્ડ બોટલો નંગ 24 રૂ. 43200
  • બ્લેક એન્ડ વ્હાઇટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી બોટલો નંગ - 12 કિ રુપીયા 21600
  • ડબલ બ્લેક બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી બોટલ નંગ -4 કિં.રૂ. 1200
  • બ્લેક ડોગ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી બોટલ નંગ -12 કિં. રૂ. 21600
  • ગ્લીનફીડીચ સિંગલ માત્ર સ્કોચ વ્હીસ્કી બોટલો નં. 4 કિં.રૂ. 12000
  • 100 પાઇપર સ્કોચ વિસ્કી બોટલ નંગ 12 કિ.રુ, 21600
  • બ્લેક લેબલ બ્લેન્ડેડ સ્કોચ વિસ્કી બોટલ નંગ-4 કિ.રૂ. 12000
  • મોબાઇલફોન નંગ – 5 કિ.રૂ. 9000
  • મારૂતી સ્વીફટ કાર કિ.રૂ. 3,00,000
  • મારૂતી સીયાઝ કાર કિ.રૂ. 5,00,000
  • કુલ મુદ્દામાલ રૂ. 9,53,000
અન્ય સમાચારો પણ છે...