તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રાજકોટ LIVE:આફ્રિકાથી અભ્યાસ માટે આવેલ વિદ્યાર્થી સહિત 2 દર્દીના મોત, સાંજ સુધીમાં કુલ 88 પોઝિટિવ કેસ નોંધાયા, કેસ વધતા ટેસ્ટિંગ વધારો કરવામાં આવ્યો

રાજકોટ2 મહિનો પહેલા
મૃતકની ફાઈલ તસવીર.
  • તમામ વોર્ડના કોર્પોરેટરોને તેમના વોર્ડમાં જવાબદારી સોંપવામાં આવી
  • CMના અંગત સચિવ નીરજ પાઠક કોરોના પોઝિટિવ

રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી રોજ કોરોના કેસની સંખ્યા 100ને પાર કરી જાય છે. શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોનાનું સંક્ર્મણ દિવસેને દિવસે વધુ રહ્યું છે ત્યારે આજે શહેરની કોવીડ હોસ્પિટલમાં આફ્રિકાથી અભ્યાસ માટે આવેલ વિદ્યાર્થી સહિત 2 દર્દીના મોત નિપજ્યા છે. શહેરમાં મોતની સંખ્યા એકાએક વધતા શહેરીજનો ચિંતામાં મુકાયા છે. જેને પગલે તમામ વોર્ડના કોર્પોરેટરોને તેમના વોર્ડમાં જવાબદારી સોંપવામાં આવી છે. આ અંગે મનપાના આરોગ્ય અધિકારી ડો. લલિત વાજા જણાવ્યું હતુ કે, રાજકોટમાં 21 અર્બન હેલ્થ,પ્રાઇવેટ હોસ્પિટલ ધન્વંત્રી રથ અને 104 હેલ્પ લાઈન ઉપર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, હવે રોજના 3000 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવશે. હાલ રોજના 100 જેટલા કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. જેમાં વેસ્ટ ઝોનમાં વધુ કેસ આવી રહ્યા છે. આજે સાંજ સુધીમાં કુલ 88 કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ છે. જ્યારે શહેરમાં કુલ કેસની સંખ્યા 17723 પર પહોંચી છે.

વિદ્યાર્થી આફ્રિકાના જામીયાથી અભ્યાસ માટે આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. મૃતક વિદ્યાર્થી મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવ્યો હતો. હાલ મારવાડી યુનિવર્સિટીમાં કોરોનાના 8થી વધુ કેસો નોંધાયા હતા. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ 38 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને શહેરમાં કુલ કેસની સંખ્યા 17635 પર પહોંચી છે. તેમજ મનપાના સત્તાવાર આંકડા મુજબ શહેરમાં અત્યાર સુધીમાં 148 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે. ઉલ્લેખનીય છે કે CMના અંગત સચિવ નીરજ પાઠકે પણ આજે કોરોના ટેસ્ટ કરાવતા તેમનો કોરોના પોઝિટિવ આવ્યો છે.

CMના અંગત સચિવ નીરજ પાઠક
CMના અંગત સચિવ નીરજ પાઠક

કોરોના બેકાબૂ બનતા ટેસ્ટિંગ બુથ શરૂ
કોરોનાને કાબૂમાં રાખવા માટે મનપાએ ફરીથી ટેસ્ટિંગ બૂથ શરૂ કર્યા છે તેમજ ફરીથી જે વિસ્તારમાંથી કેસ આવે ત્યાં સેનિટાઈઝેશનની કામગીરી હાથ ધરાશે અને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનનું કામ ચુસ્ત રીતે થશે. જિલ્લા કલેક્ટર કચેરીએ અલગ અલગ વિભાગના અધિકારીઓની બેઠક બોલાવી વેક્સિનેશન વધારવા માટે સૂચના અપાઈ છે.

પોઝિટિવ કેસની સંખ્યા હજી વધે તેવી શક્યતા
રાજકોટ શહેરમાં શનિવારે 121 અને ગ્રામ્યમાં 31 સહિત કુલ 152 કેસ નોંધાયા હતા. જે અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ છે. આ સંખ્યા હજુ પણ વધે તેવી શક્યતા છે. જેથી તંત્ર દોડતું થયું છે. અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં 24745 કેસ થઈ ગયા છે. જેમાંથી શહેરમાં જ 17488 નોંધાયા છે. બીજી તરફ એક્ટિવ કેસની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે આ સંખ્યા 450થી વધીને 514 થઈ છે. સિવિલ હોસ્પિટલમાં જ 90 દર્દી દાખલ છે. જ્યારે ખાનગી હોસ્પિટલના સહિત કુલ 270 સારવાર લઈ રહ્યા છે.

વીંછિયામાં કુંવરજી બાવળિયાએ વેક્સિનેશનનો પ્રારંભ કરાવ્યો
વીંછિયામાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં પ્રતિષ્ઠાન કોરોના રસીકરણ કેમ્પનું આયોજન આરોગ્ય વિભાગ રાજકોટ દ્વારા કરવામાં આવ્યું હતું. જેનો પ્રારંભ કરાવતા મંત્રીએ જણાવ્યું હતું કે, મેં પણ રસી લીધી છે. જેની કોઈ જ આડ અસર જોવા મળતી નથી. રાજ્ય સરકારનો અભિગમ વધુને વધુ લોકો રસી લઈ કોરોના સામે સુરક્ષિત બને. આપણે રસી વિશે કોઈ પણ નકારાત્મક બાબતો કે ભ્રામક પ્રચાર પર દુર્લક્ષ્ય સેવી આપણી જાતને વહેલામાં વહેલી તકે રસીનો ડોઝ લઈ સુરક્ષિત કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો