• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Rajkot Shastri Maidan Bus Stand Will Be Closed, All Buses Will Be Available From The Bus Port, 977 Buses Will Depart In 24 Hours, All 22 Platforms Housefull

સુવિધા:રાજકોટ શાસ્ત્રીમેદાન બસ સ્ટેન્ડ બંધ, તમામ બસ બસપોર્ટ પરથી મળી જશે, 24 કલાકમાં 977 બસ ઉપડશે, તમામ 22 પ્લેટફોર્મ હાઉસફુલ

રાજકોટ2 વર્ષ પહેલા
  • બસ ઉપડવાનું સ્થળ બદલાયાની અજાણતાથી મુસાફરોને બસપોર્ટ લઈ જવાયા
  • ટુંક સમયમાં માધાપર પાસે નવા બસસ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવશે
  • એસ.ટી.માં મુસાફરોના ટ્રાફિકમાં જોરદાર વધારો થયો

રાજકોટમાં આજથી ઢેબર રોડ પર આવેલું બસ પોર્ટ સંપૂર્ણ પણે કાર્યરત કરવામાં આવ્યું છે. આજથી રાજકોટ આવતી અને જતી તમામ બસો બસપોર્ટ પરથી રવાના થશે. 24 કલાકમાં આ બસપોર્ટ પરથી 977 બસોનું અવાગમન થશે. અત્યાર સુધી મોટા ભાગના ગ્રામ્ય રૂટ શાસ્ત્રીમેદાનથી કાર્યરત હતા. જેથી હવે એસ.ટી વિભાગ જિલ્લા કલેક્ટરને શાસ્ત્રી મેદાન સુપ્રત કરશે. રાજ્ય સરકાર દ્વારા થોડા દિવસ પહેલા માધાપર પાસે નવા બસસ્ટેન્ડની જાહેરાત કરવામાં આવી હતી. જેનું લોકાર્પણ ટુંક સમયમાં કરવામાં આવશે. CM રૂપાણીએ કેબિનેટમાં ઠરાવ કરીને માધાપર પાસે નવા બસસ્ટેન્ડ માટે જમીન ફાળવી હતી. હાલ નવા બસપોર્ટ પર 22 પ્લેટફોર્મ હાઉસફુલ બની ગયા છે.

દરરોજ 85થી વધુ ટ્રીપ ઉપડશે અને આવશે
રાજકોટથી હવે દરરોજ 85થી વધુ ટ્રીપ ઉપડશે અને આવશે. પરિણામે ઢેબર રોડ ઉપર હવે ટ્રાફીક જામનો પહેલા જેવો જ પ્રશ્ન ઉભો થશે. નવા બસ પોર્ટ ઉપર વોલ્વો, પ્રિમીયર બસ, એક્સપ્રેસ, ગુર્જરનગરી, મીનીબસ, લકઝરી, લોકલ સહિત તમામ બસો આવરી લેવાઈ છે.

મુસાફરોથી નવું બસ સ્ટેન્ડ ઉભરાયું
મુસાફરોથી નવું બસ સ્ટેન્ડ ઉભરાયું

22 પ્લેટફોર્મ પર 977 બસનું આવાગમન થશે
એસટીમાં મુસાફરી કરવા માટે બસ મેળવવા માટે મુસાફરોને બસપોર્ટ અને શાસ્ત્રીમેદાન ખાતે ધક્કા ખાવા પડતા હતા. તે ધક્કા હવે આજથી બંધ થઇ જશે. આજથી તમામ બસ ઢેબર રોડ સ્થિત બસપોર્ટ પરથી જ મળી જશે. ગુરુવારે પ્રથમ તબક્કાનું શિફ્ટિંગ થયા બાદ ભાવનગર, અમરેલી રૂટની બસનું શિફ્ટિંગ આજથી કરવામાં આવ્યું છે. આ સાથે જ નવા બસપોર્ટમાં 22 પ્લેટફોર્મ પરથી 24 કલાકમાં 977 બસનું આવાગમન થશે.

ગુરૂવારે પ્રથમ તબક્કાની બસ શરૂ કરાઈ હતી
ગુરુવારે શાસ્ત્રીમેદાનેથી નવા બસપોર્ટ પર પ્લેટફોર્મ 16, 17, 18, 19, 20 પરથી પોરબંદર, જૂનાગઢ, ઊના, કોડીનાર, સોમનાથ, દીવ, ગોંડલ, લોધિકા, જેતપુર, વીરપુર, ધોરાજી, ઉપલેટા, જામજોધપુર,વેરાવળ, બગસરા, ધારી, કુંકાવાવ, તુલસીશ્યામ રૂટની બસ શિફ્ટ થઈ હતી. જોકે મુસાફરોને ખબર નહીં હોવાથી તેઓ શાસ્ત્રીમેદાને પહોંચ્યા હતા. જો કે, મિનિબસ મારફતે તેઓને નવા બસપોર્ટ પર પહોંચાડવામાં આવ્યા હતા. અત્યાર સુધી બસપોર્ટ પર બસની સંખ્યા વધી જતા પ્લેટફોર્મ પર પાર્કિંગમાં તેમજ આવન- જાવન માટે મુશ્કેલી પડી હતી.

નવા બસ સ્ટેન્ડ પર મુસાફરોની સંખ્યામાં વધારો થયો
નવા બસ સ્ટેન્ડ પર મુસાફરોની સંખ્યામાં વધારો થયો

ભાવનગર, અમરેલી સહિતના રૂટની બસ આજથી શિફ્ટ કરાઈ
શાસ્ત્રીમેદાનથી પ્રથમ તબક્કામાં 28 જાન્યુઆરીના રોજ 18 રૂટની બસ શિફ્ટ થઈ હતી. ત્યારબાદ હવે બીજા તબક્કામાં એટલે કે આજથી જસદણ, વીંછિયા, ભાવનગર, બાબરા, પાલિતાણા, ઢસા, આટકોટ, ગારિયાધાર, સોનગઢ, સિંહોર, બોટાદ, સાળંગપુર, અમરેલી, સાવરકુંડલા, મહુવા, જાફરાબાદ, રાજુલા, બગસરા, કુંકાવાવ, ધારી, દેરડી (કું) અને અમરેલી રૂટની બસ શિફ્ટ કરવામાં આવી છે.