તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:‘ઇન્ડિયા સાઇકલ ફોર ચેન્જ’ ચેલેન્જમાં રાજકોટની પસંદગી

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં સાઇકલ ચલાવવામાં શું મુશ્કેલી આવે છે, મનપા કરશે સર્વે

રાજકોટ શહેરને સાઇકલ ફ્રેન્ડલી બનાવવા અને નાગિકોને સાઇકલનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે સ્માર્ટ સિટીઝ મિશન હઠળ ‘ઇન્ડિયા સાઇકલ ફોર ચેન્જ’ ચેલેન્જની શરૂઆત કરવામાં આવી છે. રાજકોટ સહિત દેશના 95 શહેરે આ ચેલેન્જને સ્વીકારી છે અને શહેરમાં સાઇકલને પ્રોત્સાહિત કરવા માટે કામગીરી કરશે.

ઇન્ડિયા સાઇકલ ફોર ચેન્જ ચેલેન્જમાં બે સ્ટેજ હશે. પહેલા સ્ટેજમાં શહેરોમાં સાઇકલિંગને પ્રોત્સાહિત કરવા અને સ્કેલ અપ વ્યૂહ રચના વિકસાવવા માટે ઝડપી હસ્તક્ષેતો અને પ્રમોશનલ પ્રવૃત્તિઓનો અમલ કરવામાં આવશે. જે અંગેનો રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે. જેના આધારે 11 શહેરોની દેશમાં પસંદગી કરવામાં આવશે અને પસંદગી પામેલા શહેરને સ્ટેજ-1માં રજૂ કરેલી સ્કેલ-અપ યોજના અમલીકરણ અને સાઇકલિંગને વધુ પ્રોત્સાહિત કરવા માટે 1 કરોડની ગ્રાન્ટ અપાશે. મનપા આ ચેલેન્જમાં પસંદ થવા માટે એક ટીમની રચના કરશે અને ટીમ નાગરિકો સાથે સંવાદ કરીને શહેરમાં સુરક્ષિત રીતે સાઇકલનો ઉપયોગ વધે તે માટે વિવિધ કેમ્પેઇન અને પ્રતિયોગિતા યોજશે. મનપા શહેરીજનો પાસેથી સૂચનો મેળવશે, ઓનલાઇન સર્વે કરશે

મનપા સર્વેમાં લોકોને આ પ્રશ્નો પૂછશે

  • પરિવહન માટે ક્યા પ્રકારના વાહનનો ઉપયોગ કરો છે?
  • શુ તમે સાઇકલ કેવી રીતે ચલાવવી તે જાણો છો?
  • કેટલીવાર સાઇકલ ચલાવો છો?
  • તમે સાઇકલનો ઉપયોગ શેના માટે કરો છો?
  • શહેરમાં સાઇકલ ચલાવવામાં સૌથી મોટો અવરોધ તમને શું લાગે છે?
  • તમને સાઇકલ ચલાવવું ક્યા અસુરક્ષિત લાગે છે?
  • જો સાઇકલિંગ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવામાં આવે તો તમે સાઇકલ ચલાવશો?
અન્ય સમાચારો પણ છે...