ભાસ્કર વિશેષ:રાજકોટ સ્વચ્છતા રેન્કિંગ : વોર્ડ નં. 8 સૌથી સ્વચ્છ, સરકારી કચેરીઓમાં પીજીવીસીએલ ચોખ્ખીચણક

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વચ્છતા સર્વેક્ષણમાં સારા દેખાવ માટે મનપાએ શહેરીજનો માટે યોજી સ્પર્ધા

ઈન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાને ચાલુ વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં ઓછા માર્ક મળ્યા છે તેથી 2022માં પૂરી ક્ષમતા સાથે કામ કરવા તૈયારીના ભાગરૂપે મનપાએ શહેર માટે સ્વચ્છતા રેન્કિંગ જારી કર્યા હતા અને આવા કાર્યક્રમો કરી નેશનલ લેવલ પર રેન્ક આવે તે માટે પ્રયત્નો થઈ રહ્યા છે. મનપાએ જે રેન્કિંગ જાહેર કર્યા છે તેમાં સ્વચ્છ વોર્ડ, સ્વચ્છ હોટેલ, સ્વચ્છ માર્કેટ એસો., સ્વચ્છ રેસિડેન્સિયલ એસો. સહિતના 12 વિભાગ હતા. જેમાં 350થી વધુ એન્ટ્રી આવી હતી. આ તપાસમાં નિષ્પક્ષ રહી શકાય તે માટે મનપાએ નિરીક્ષણ અને માર્ક આપવા માટે થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન એજન્સીને રોકી હતી જેણે માર્ક આપ્યા હતા. આ બધા વિભાગોમાં સૌથી સ્વચ્છ વોર્ડ તરીકે વોર્ડ નં. 8નો ક્રમ આવ્યો હતો. સૌથી સ્વચ્છ સરકારી કચેરીમાં પીજીવીસીએલની કોર્પોરેટ ઓફિસનો ક્રમ આવ્યો હતો જ્યારે સ્વચ્છ સ્કૂલમાં રાજકુમાર કોલેજ અને રેસિડેન્સિયલ વેલ્ફેર સોસાયટીમાં શિલ્પન ઓનેક્ષનો પ્રથમ ક્રમ આવ્યો છે. વોર્ડ નં. 8ના પ્રથમ ક્રમ બાબતે મનપાના પર્યાવરણ ઈજનેર નિલેશ પરમારે જણાવ્યું હતું કે, સમગ્ર શહેરમાં જે જે જગ્યાએ માર્ક અપાયા છે તેને વોર્ડ વાઈઝ તારવાયા હતા જેમાં જોવા મળ્યું હતું કે, વોર્ડ નં 8માં માર્કનો કુલ સરવાળો અન્ય વોર્ડ કરતા વધુ છે તેનું સ્વાભાવિક કારણ એ છે કે ત્યાં દરેક કેટેગરીમાં ખૂબ સારો દેખાવ થયો છે તેથી વોર્ડ નં. 8ને પ્રથમ રેન્ક અપાયો છે. જ્યારે બીજા ક્રમે વોર્ડ નં. 7 અને ત્રીજા ક્રમે વોર્ડ નં. 9 છે.

દરેક કેટેગરીમાં 3 ક્રમ અપાયા, 4 હોસ્પિટલને એક સરખા રેન્ક દરેક કેટેગરીમાં પ્રથમ, બીજો અને ત્રીજો એમ ત્રણ રેન્ક અપાયા છે. જોકે હોસ્પિટલના રેન્કિંગમાં પ્રથમ ક્રમ નેત્રદીપ હોસ્પિટલ બાદ વિંગ્સ અને સીનર્જી હોસ્પિટલ બંનેને બીજો ક્રમ જ્યારે ઓમ અને રાજકોટ કેન્સર હોસ્પિટલ બંનેને ત્રીજો ક્રમ અપાયો છે.

કેટેગરીવિજેતા
1) સ્વચ્છ હોસ્પિટલનેત્રદીપ હોસ્પિટલ
2) સ્વચ્છ હોટેલજે.પી.એસ. ફોર્ચ્યુન પાર્ક
3) સ્વચ્છ રેસિ. વેલ્ફેર એસો.શિલ્પન ઓનેક્ષ
4) સ્વચ્છ સ્કૂલરાજકુમાર કોલેજ
5) સ્વચ્છ માર્કેટ એસો.નક્ષત્ર-8
6) સ્વચ્છ સરકારી ઈમારતPGVCL કોર્પોરેટ ઓફિસ
7) સ્વચ્છ વોર્ડવોર્ડ નં. 8
8) મુવી સ્પર્ધાજરના હરિશ દેવાણી
9) જિંગલ સ્પર્ધાહિતેશ સિનરોજા
10) ભીંતચિત્રવિનોદ પરમાર
11) શેરી નાટકહિતેશ સિનરોજા
12) ચિત્ર સ્પર્ધાતુલસી પટેલ

અન્ય સમાચારો પણ છે...