તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Students In Rajkot Said That After Two Years Of Hard Work In The Competition, The Decision Of Safety Purpose Was Good But The Loss From The Academic View.

વિદ્યાર્થીઓ નાખુશ:રાજકોટમાં ધો.12ના વિદ્યાર્થીઓએ કહ્યું- કોમ્પિટિશનમાં બે વર્ષ કરેલી મહેનત પર પાણી ફર્યું, સેફ્ટી પર્પઝનો નિર્ણય સારો

રાજકોટ20 દિવસ પહેલા
રાજકોટના ધો.12ના વિદ્યાર્થીઓ સ્મિત ભડાણીયા અને જીત ભડાણીયા.
  • એન્જિનિયરિંગ ફિલ્ડમાં હરણફાળ કોમ્પિટિશન વચ્ચે પ્રવેશ મેળવવા મુશ્કેલી થશે
  • સારી કોલેજમાં એડમિશન માટે ડોનેશન દેવા પડશે તેવી વાલીઓમાં ચિંતા

કેન્દ્ર સરકાર બાદ આજે રાજ્ય સરકાર દ્વારા પણ ધોરણ 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં સરકાર દ્વારા ધોરણ 12ની પરીક્ષા રદ કરવા નિર્ણય કર્યો છે. જોકે આ નિર્ણયને વાલીઓ અને વિદ્યાર્થીઓ સેફ્ટી પર્પઝથી જોતા આવકારી રહ્યાં છે. પરંતુ એકેડેમિક વ્યૂથી લોસ થતો હોવાનું માની રહ્યાં છે. તો ક્યાંક સારી કોલેજમાં એડમિશન માટે ભલામણ અને ડોનેશનની જરૂર પડશે તે અંગે ચિંતા વાલીઓમાં સતાવી રહી છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, કોમ્પિટિશન વચ્ચે બે વર્ષ કરેલી મહેનત પર પાણી ફરી ગયું છે.

કોલેજોમાં સમાનતાથી એડમિશન મળે તો સારું: વિદ્યાર્થી
રાજકોટની ઉત્કર્ષ સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી જીત ભડાણીયાએ જણાવ્યું હતુ કે, ધોરણ 12 સાયન્સમાં ખૂબ મોટી કોમ્પિટિશન છે અને આ કોમ્પિટિશન વચ્ચે સતત 2 વર્ષની મહેનત છે તે મહેનત પાણીમાં ગઇ હોય અને જેનો લોશ થયો હોય તેવું લાગી રહ્યું છે. માસ પ્રમોશન બાદ હવે માર્કશીટ ક્યાં આધારે તૈયાર કરવામાં આવશે તે ચિંતા થઇ રહી છે. કારણ કે ધોરણ 11માં પણ આ જ રીતે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. યુનિવર્સિટીમાં અને કોલેજોમાં સમાનતાથી એડમિશન મળે તો સારું.

બીજા મોડથી પરીક્ષા લેવી જોઇએઃ વિદ્યાર્થી
ધો.12 સાયન્સના અન્ય એક વિદ્યાર્થી સ્મિત ભડાણીયાએ જણાવ્યું હતું કે, પરીક્ષા રદ કરી છે તે સારી વસ્તુ છે સેફ્ટી માટે પણ એકેડેમિક પોઇન્ટ ઓફ વ્યૂથી આપણે જોવા જઇએ તો બે વર્ષથી સતત વાંચન કરતા હોઇએ તે દ્રષ્ટીએ લોસ જેવું છે. પરીક્ષા રદ થઇ છે પરંતુ બીજા મોડથી પરીક્ષા લેવી જોઇએ. જેથી અમે અત્યાર સુધી અભ્યાસ કર્યો છે તેનો લાભ અમને મળે.

સેફ્ટી પર્પઝ ઓફ વ્યૂથી સરકારના આ નિર્ણયને વિદ્યાર્થીઓ અને વાલીઓ આવકાર્યો(ફાઇલ તસવીર).
સેફ્ટી પર્પઝ ઓફ વ્યૂથી સરકારના આ નિર્ણયને વિદ્યાર્થીઓ અને વાલીઓ આવકાર્યો(ફાઇલ તસવીર).

સેફ્ટી પર્પઝ ઓફ વ્યૂથી સરકારના નિર્ણયને આવકાર
સેફ્ટી પર્પઝ ઓફ વ્યૂથી સરકારના આ નિર્ણયને વિદ્યાર્થીઓ અને વાલીઓ આવકારી રહ્યાં છે. પરંતુ એકેડેમિક વ્યૂથી આ નિર્ણય ખોટો છે. જેમાં નુકસાની વિદ્યાર્થીને થશે તેવું સ્પષ્ટ માની રહ્યાં છે. તો બીજી તરફ 12 વિજ્ઞાન પ્રવાહમાં પાસ થયા બાદ એન્જિનિયરિંગ ફિલ્ડમાં સારી કોલેજમાં એડમિશન માટે હરણફાળ કોમ્પિટિશન વચ્ચે બાળકનું એડમિશન સારી કોલેજમાં કરાવવા માટે ભલામણ અને ડોનેશનની જરૂર પડશે તેવી ચિંતા સતાવી રહી છે.

CBSEની પરીક્ષા બાદ ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.12ની પરીક્ષા રદ કરી (ફાઇલ તસવીર).
CBSEની પરીક્ષા બાદ ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.12ની પરીક્ષા રદ કરી (ફાઇલ તસવીર).

ગઈકાલે પીએમએ CBSEની પરીક્ષા રદ કરી હતી
ગઈકાલે(મંગળવાર) 5 વાગ્યે ગુજરાત બોર્ડે ઉતાવળમાં CBSEની પરીક્ષાના નિર્ણયની રાહ જોયા વિના જ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરી દીધું હતું. આ ટાઈમ ટેબલ જાહેર થયાના બે કલાક બાદ કેન્દ્ર સરકારે CBSEની પરીક્ષા રદ કરતા સૌ કોઈના મનમાં એક જ સવાલ છે કે હવે ગુજરાત બોર્ડની પરીક્ષાનું શું થશે? ત્યારબાદ આજે અઢી કલાકની કેબિનેટની બેઠક બાદ અંગે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...