PM મોદીની મુલાકાત અંગે પાટીલનું નિવેદન:રાજકોટમાં કહ્યું: 'ઝૂલતા પુલની દુર્ઘટનામાં જવાબદાર સામે કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે'

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ - Divya Bhaskar
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ

મોરબી દુર્ઘટનાને પગલે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી બાદમાં સિવિલ હોસ્પિટલ ઈજાગ્રસ્તોને મળ્યા હતા તેમજ એસપી કચેરી ખાતે અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક કરી હતી. આ અંગે રાજકોટમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, PM મોદી દ્વારા ઝૂલતા પુલની દુર્ઘટનામાં જવાબદાર સામે કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે

અસરગ્રસ્તોને સાંત્વના આપી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી એ અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી અને તેમને સાંત્વના આપી હતી. હોસ્પિટલમાં રહેલા ડોક્ટરોને પણસૂચના આપી હતી. જે લોકોના પરિવાર જેમના પરિવારમાં મૃત્યુ પામ્યા છે તેમના પર પણ વિશેષ ધ્યાન આપવા વડાપ્રધાને સૂચન કર્યું છે.

મૃતકોને સહાય મળે તે માટેના પ્રયાસ ચાલુ છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ ઉપરાંત SP કચેરી ખાતે તેમણે અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક કરી હતી જે બેઠક અંગે રાજકોટ અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે ઈજાગ્રસ્તો તેમજ મૃતકોને તાત્કાલિક સહાય માટેના પ્રયાસ ચાલુ છે અને રેસ્ક્યુની કામગીરી હજી ચાલી રહી છે જે કાલે સવાર સુધી ચાલુ રહેશે

અન્ય સમાચારો પણ છે...