ઈ-ખાતમુહૂર્ત:રાજકોટ RTO 9 કરોડના ખર્ચે નવી બનશે, 20 સેવાઓ ફેસલેસ થશે

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 19મીએ મુખ્યમંત્રી ઈ-ખાતમુહૂર્ત કરશે
  • મંત્રી પૂર્ણેશ મોદી, અરવિંદ રૈયાણી કાર્યક્રમમાં જોડાશે

રાજકોટમાં આરટીઓની વર્તમાન કચેરી જર્જરિત થઇ ગઈ હોવાથી તે જ કેમ્પસમાં આગામી દિવસોમાં રૂ.9 કરોડના ખર્ચે નવી અદ્યતન બિલ્ડિંગનું નિર્માણ થનાર છે. આ બિલ્ડિંગનું તારીખ 19મી નવેમ્બરને શુક્રવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદથી ઈ-ખાતમુહૂર્ત કરશે. આ પ્રસંગે મંત્રી પૂર્ણેશ મોદી અને અરવિંદ રૈયાણી પણ કાર્યક્રમમાં જોડાશે.

આ ઉપરાંત રાજકોટ આરટીઓમાં હવે લાઇસન્સ અને વાહનને લગતી જુદી જુદી 20 સેવાઓ પણ ફેસલેસ કરાશે જેથી આ સેવાનો લાભ લેવા માટે કે કામગીરી માટે અરજદારોએ આરટીઓ કચેરીએ ધક્કો નહીં ખાવો પડે.

આ સેવાનો લાભ ઘેરબેઠા મળશે
1) વાહન સંબંધિત સેવાઓ

ટ્રાન્સફર ઓફ ઓનરશિપ, વાહનના સરનામામાં ફેરફાર, હાઇપોથિકેશનનો ઉમેરો-રદ, હાઇપોથિકેશન ચાલુ રાખવું, અન્ય રાજ્યો માટેની એનઓસી, ડુપ્લિકેટ આરસી, નવી પરમિટ, રિન્યૂઅલ અને ડુપ્લિકેટ પરમિટ
2) લાઇસન્સ સંબંધિત સેવાઓ
લાઇસન્સ રિન્યૂઅલ, રિપ્લેસમેન્ટ, એક્સટ્રેકટ, ડુપ્લિકેટ, સરનામા ફેરફાર, હેઝર્ડસ લાઇસન્સના કલાસનો ઉમેરો, નામનો સુધારો, ફોટો/સિગ્નેચરમાં સુધારો, લાઇસન્સ અથવા બેઝ જમા કરાવવું, ઇન્ટરનેશનલ પરમિટ વગેરે

અન્ય સમાચારો પણ છે...