રાજાશાહીનું લોકશાહીમાં મતદાન:રાજકોટના રાજવી પરિવારે ‘પેકકાર્ડ ક્લીપર’ વિન્ટેજ કારમાં આવી શાહી મત આપ્યો, મતદાન બાદ કાર બંધ પડતા બીજી કારમાં જવું પડ્યું

રાજકોટ8 મહિનો પહેલા
રાજકોટના રાજા-રાણી વિન્ટેજ કારમાં આવી મતદાન કર્યુ.
  • રાજકોટ કલેક્ટર રૈમ્યા મોહને મતદાન કરી લોકોને મત આપવા અપીલ કરી
  • હિન્દુ ધર્મ આચાર્ય કન્વીનર પરમાત્માનંદ સરસ્વતીએ પોતાનો કિંમતી મત આપ્યો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે રાજકોટ મનપાની ચૂંટણીમાં મતદાન થઇ રહ્યું છે. ત્યારે રાજકોટના રાજા માંધાતાસિંહ અને મહારાણી કાદમ્બરીદેવી દિલ્હીની રેલીમાં પ્રથમ આવેલી 7 સીટર સુપર 8 સિલિન્ડર વિન્ટેજ કારમાં આવી શાહી મતદાન કર્યુ હતું. આ દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જો કે, મતદાન કર્યા બાદ આ વિન્ટેજ કાર બંધ પડતા તેઓએ પરિવાર સાથે બીજી કારમાં જવું પડ્યું હતું.

મતદાન કરવું આપણી ફરજ છે- માંધાતાસિંહ
રાજકોટના રાજા માંધાતાસિંહે જણાવ્યું હતું કે, વડાપ્રધાને આપણા દેશને મોટી સિદ્ધિ અપાવી છે. તેમજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાલ હોસ્પિટલના બિછાનેથી ગુજરાતની ચિંતા કરી રહ્યાં છે. આપણી ફરજ છે કે આજે આપણે અવશ્ય મતદાન કરીએ અને લોકશાહીના પર્વને ઉજવીએ.

રાજકોટના રાજા અને મહારાણી વિન્ટેજ કારમાં બેસી મતદાન મથકે પહોંચ્યા હતા.
રાજકોટના રાજા અને મહારાણી વિન્ટેજ કારમાં બેસી મતદાન મથકે પહોંચ્યા હતા.

રાજવી પરિવારની વિન્ટેજ કાર દિલ્હીની રેલીમાં પ્રથમ આવી હતી
રાજવી પરિવારની પેકકાર્ડ ક્લીપર (7 સીટર કસ્ટમ સુપર 8 સિલિન્ડર) મોડલ વર્ષ 1947 કારમાં બેસી રાજવી દંપતિ મતદાન મથકે પહોંચ્યું હતું અને પોતાનો કિંમતી મત આપ્યો હતો. આ કાર પોસ્ટ વોર અમેરિકન બેસ્ટ ઇન ક્લાસ શ્રેણીમાં 8મી એડિશન 21 Gun Salute ગન સેલ્યુટ ઇન્ટરનેશનલ વિન્ટેજ કાર રેલી અને કોન્કોર્સ શો ડી એલિગન્સ 2020માં પ્રથમ ઇનામ મેળવી ચૂકી છે. 2020ની 15-16 ફેબ્રુઆરીએ ગુરૂગ્રામ દિલ્હી ખાતે કર્મા લેકલેન્ડસ ગોલ્ફ કોર્સ ખાતે રેલી યોજાઇ હતી.

રાજકોટના કલેક્ટર રેમ્યા મોહને મતદાન કર્યુ.
રાજકોટના કલેક્ટર રેમ્યા મોહને મતદાન કર્યુ.

રાજકોટના કલેક્ટર રેમ્યા મોહને મતદાન કર્યુ
રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને વોર્ડ નં. 3ના ઠક્કરબાપા પ્રાથમિક શાળામાં મતદાન કર્યુ હતું. આ મતદાન મથક ખાતે 1006 મતદારો નોંધાયેલા છે. મતદાન કર્યા બાદ કલેક્ટરે લોકોને મતદાન અવશ્ય કરવું જોઇએ તેવી અપીલ કરી હતી. તેમજ રાજકોટ મનપાના પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ મતદાન કર્યુ હતું.

હિન્દુ ધર્મ આચાર્ય કન્વીનર પરમાત્માનંદ સરસ્વતીએ મતદાન કર્યુ
હિન્દુ ધર્મ આચાર્ય કન્વીનર પરમાત્માનંદ સરસ્વતીએ મતદાન કર્યુ

હિન્દુ ધર્મ આચાર્ય કન્વીનર પરમાત્માનંદ સરસ્વતી
રાજકોટમાં હિન્દુ ધર્મ આચાર્ય સભાના કન્વીનર પરમાત્માનંદ સરસ્વતીએ રાજકોટના વોર્ડ નં.9ના FSL મતદાન મથકમાં મતદાન કર્યુ હતું. મતદારોને મતદાન કરવાની અપીલ કરી હતી. રાષ્ટ્ર હિત કરનારી પાર્ટીને મત આપવા અપીલ કરી હતી. તેઓ રાજકોટ આર્ષ વિદ્યા મંદિરના મુખ્યા છે.

મતદાન કર્યા બાદ રાજકોટના રાજાની વિન્ટેજ કાર બંધ પડતા અન્ય કારમાં જવું પડ્યું હતું.
મતદાન કર્યા બાદ રાજકોટના રાજાની વિન્ટેજ કાર બંધ પડતા અન્ય કારમાં જવું પડ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...