તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યારીમાં નીરની આવક:રાજકોટવાસીઓનો ઉનાળો નિરાંતે પસાર થશે, આજી બાદ ન્યારી-1 ડેમમાં પણ સૌની યોજના અંતર્ગત નર્મદા નીર ઠાલવવાનું શરૂ

રાજકોટ14 દિવસ પહેલા
ફાઈલ તસ્વીર
  • ન્યારી-1 ડેમ ખાતે 150 MCFT પાણી છોડવામાં આવશે

રાજકોટવાસીઓને ચાલુ ઉનાળા દરમ્યાન પીવાના પાણીની તંગી ન પડે તે માટે તાજેતરમાં સૌની યોજના અંતર્ગત આજી-1 ડેમ નર્મદા નીરથી ભરી દેવાયા બાદ હવે રાજકોટનાં પશ્ચિમ વિસ્તારને પાણી પૂરું પાડતા ન્યારી-1 ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદા નીર છોડવાનું શરૂ કરવામાં આવેલ છે. આ અંગેની રાજકોટ સિંચાઈ ખાતાનાં સુત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ ગઇકાલે સવારથી ન્યારી-1 ડેમ માટે સૌની યોજના, અંતર્ગત નર્મદા નીર છોડવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું જે આજે ન્યારી-1 ડેમમાં નર્મદા નીર પહોંચી રહ્યું છે.

20 કી.મી.સુધી બિછાવેલી પાઈપલાઈન મારફતે પાણી પહોંચશે
ન્યારી-1 ડેમમાં નર્મદા નિર પહોંચાડવા માટે લીંક-3 દ્વારા ગઇકાલથી ત્રંબા સમ્પ ખાતેથી પાણીનું પમ્પીંગ શરૂ કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રંબાથી ન્યારી-1 ડેમ સુધીની ખાસ 20 કી.મી.સુધી બિછાવેલી પાઈપલાઈન મારફતે નર્મદા નીર ન્યારી-1 ડેમ સુધી પહોંચશે. ન્યારી-1 ડેમમાં હાલ 17 ફૂટ જેટલુ પાણી છે અને આ ડેમની કુલ સપાટી 25 ફૂટ છે. ત્યારે હવે ન્યારી-1 માં વધુ 150 MCFT નવુ પાણી ઠલવાશે આમ આજી-1 બાદ હવે ન્યારી-1 ડેમમાં પણ સૌની યોજનાનું પાણી આવતા રાજકોટવાસીઓનો ઉનાળો નિરાંતે પસાર થઈ જશે.

આજી-1 ડેમની સપાટી 27 ફૂટ સુધી પહોંચી
સૌરાષ્ટ્રના ડેમો સુધી નર્મદાની પાઇપલાઇનનું નેટવર્ક પાથરવા રાજ્ય સરકારે સૌની યોજના હેઠળ આજી ડેમની જરૂર પડે છે, પરંતુ હાલ રાજકોટ શહેરના મુખ્ય જળસ્ત્રોત આજી-1 ડેમમાં CMએ સૌની યોજના હેઠળ મોઢે માગ્યું નર્મદા નીર ઠાલવી કુલ 29 ફૂટની ઊંડાઈના આજી-1 ડેમની સપાટી 27 ફૂટ સુધી પહોંચાડી દીધી છે. કુલ 944 MCFTની સંગ્રહક્ષમતા ધરાવતા આજી ડેમમાં હાલ 640 MCFTનો જળ જથ્થો ઉપલબ્ધ છે, જે કુલ સંગ્રહક્ષમતાના 66 ટકા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો