તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝૂંબેશ:રાજકોટવાસીઓએ હોસ્પિટલમાં બેડની વિગત આપતું ઓનલાઇન પોર્ટલ બનાવવા ટ્વિટર પર અભિયાન છેડ્યું, હજારો લોકોએ કર્યા ટ્વીટ

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
લોકોએ મનપા અને કમિશનરને સંબોધી ટ્વીટ કર્યા - Divya Bhaskar
લોકોએ મનપા અને કમિશનરને સંબોધી ટ્વીટ કર્યા

શહેરમાં કોરોના મહામારી દિવસે ને દિવસે ભરડો લઈ રહી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ બેડ શોધવા માટે આમ-તેમ ભટકી રહ્યાં છે ત્યારે શહેરીજનોએ ટ્વિટર પર રાજકોટ શહેરની હોસ્પિટલોમાં બેડની સ્થિતિ જણાવતું પોર્ટલ બનાવવા માટે અભિયાન છેડ્યું છે.

રાજકોટવાસીઓએ #RajkotNeedsBedPortal અને #HelpRajkot હેશટેગ વાપરી ટ્વીટ કરી અભિયાન ચાલુ કર્યું છે. જેમાં મીડિયાથી માંડી તમામ લોકોએ મહાનગરપાલિકા અને મ્યુનિસિપલ કમિશનરને પોર્ટલ બનાવવા બાબતે રજૂઆત કરી છે. જો આ પોર્ટલ બને તો અનેક લોકોની મુશ્કેલીઓ દૂર થઈ શકે તેમ છે. લોકોને બેડ શોધવા માટે ભટકવું પડશે નહીં અને સરળતાથી યોગ્ય-સમયસર સારવાર મળી શકશે.

માત્ર નામથી જ સ્માર્ટ સિટી કહેવાતા રાજકોટ સિટીમાં લોકો કોરોનાગ્રસ્ત દર્દીઓને લઈને હેરાન પરેશાન થાય છે. કેટલાક દર્દીઓને યોગ્ય સમયે સારવાર ન મળતા મોત નીપજ્યા હોવાના પણ બનાવ બન્યા છે. ત્યારે રાજકોટવાસીઓએ ઊંઘતા તંત્રને જગાડવા માટે ટ્વિટર પર અભિયાન ચાલુ કર્યું છે. હજારો લોકો આ અભિયાનમાં જોડાયા છે અને ટ્વીટ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો