રોગચાળો વકર્યો:રાજકોટમાં મેલેરીયાના 2, ડેન્ગ્યુના 9 અને શરદી-ઉધરસના 283 કેસ નોંધાયા, સિઝનલ રોગચાળાના દર્દીઓની સંખ્યા વધી

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

ચાલુ વર્ષે ચોમાસા ઋતુ દરમિયાન સારો વરસાદ નોંધાયા બાદ થોડા સમયના વિરામ બાદ ફરી 3 દિવસથી રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસાદની ઋતુ દરમ્યાન મીક્ષ ઋતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્ગ્યુ અને મેલેરિયા કેસો જોવા મળે છે. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્‍થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે.

ચિકુનગુનિયાનો એક પણ કેસ નહિ
છેલ્લા એક સપ્તાહ દરમિયાન રાજકોટ શહેરમાં મેલેરિયાના નવા 2 કેસ નોંધાતા ચાલુ વર્ષ દરમિયાન મેલેરિયા કેસની સંખ્યા 24 પહોંચી છે જયારે ડેન્ગ્યુના નવા 9 કેસ નોંધાતા ચાલુ વર્ષ દરમિયાન ડેન્ગ્યુ કેસની સંખ્યા 69 પહોંચી છે. જો કે ચિકુનગુનિયાનો એક પણ કેસ નહિ નોંધાતા તેના વાર્ષિક કેસની સંખ્યા 14 પહોંચી છે. આ સાથે છેલ્લા એક સપ્તાહ દરમિયાન શરદી – ઉધરસના 283 કેસ, સામાન્ય તાવના 61 કેસ અને ઝાડા – ઉલટીના 73 કેસ નોંધાયા છે.

2195 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે
2195 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે

195 ઘરોમાં ફોગીંગ કામગીરી કરાઈ
આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ છેલ્લા એક સપ્તાહ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 54,857 ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા 2195 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

1.60 લાખનો વહીવટી ચાર્જ વસૂલાયો
ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય 633 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્‍કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ સબબ 1145 આસામીને નોટીસ તથા રૂ.1,60,200નો વહીવટી ચાર્જ વસુલાત કરવામાં આવેલ છે.

વરસાદ રોકાયા બાદ આટલું જરૂરી કરીએ

  • અગાસી કે છજજામાં જમા થયેલ વરસાદી પાણીનો તાત્કાલીક નિકાલ કરીએ
  • અગાસી, બાલકની કે ગાર્ડનમાં રાખેલ છોડના કુંડા, કયાળા વગેરેમાં જમા થયેલ વરસાદી પાણીનો નિકાલ કરીએ.
  • ૫ક્ષીકુંજ, ૫શુને પીવાની કુંડી હાલ ચોમાસા પુરતી વ૫રાશમાં ન લઇને વરસાદી પાણી ભરાઇ ન રહે તેવી રીતે ઉંઘું કરીને રાખવા અથવા દરરોજ રાત્રે ખાલી કરીને ઉંઘું રાખયા બાદ જ સવારે નવું પાણી ભરવું.
  • અગાસી, છા૫રા વગેરે ૫ર પડેલ ભંગાર, ટાયર, ડબ્બા ડુબ્લી વગેરે જેવા પાત્રોમાં જમા થયેલ વરસાદી પાણીનો નિકાલ કરીએ.
  • પીવાના તથા ઘરવ૫રાશના તમામ પાણી ભરેલ પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખીએ.
  • ઘરની આસપાસ જમા ખાડા-ખાબોચીયામાં જમા થયેલ પાણીમાં બળેલ ઓઇલ નાખીએ