વરસાદમાં રોગચાળો વકર્યો:રાજકોટમાં એક સપ્તાહમાં શરદી-ઉધરસના 354, ઝાડા-ઉલ્ટીના 94 અને સામાન્ય તાવના 82 કેસ નોંધાયા

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી વાદળિયું વાતાવરણ છે, સતત વરસાદના કારણે શહેરમાં ફરી સિઝનલ રોગચાળાના દર્દી વધ્યા છે. જેમાં એક સપ્તાહમાં મનપાના ચોપડે શરદી-ઉધરસના 354, ઝાડા-ઉલ્ટીના 94 અને સામાન્ય તાવના 82 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ડેંગ્યુના 14, મેલેરીયાના 26 અને ચિકનગુનિયાના 12 કેસ નોંધાયો છે.આ આંકડા તા. 25થી 31 જુલાઈ સુધીના છે. જે મનપા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે

14,648 ઘરોમાં પોરાનાશક કામગીરી કરાઇ
આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વાહક નિયંત્રણની કામગીરી હેઠળ એક અઠવાડિયામાં પોરાનાશક કામગીરી હેઠળ 14,648 ઘરોમાં પોરાનાશક કામગીરી કરી છે અને 1692 ઘરોમાં ફોગિંગ કામગીરી કરી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હિકલ માઉન્ટેન ફોગિંગ મશીન ફોગિંગ કામગીરી કરવામાં આવે છે.

આ વિસ્તારોમાં ફોગિંગ કરવામાં આવ્યું
મચ્છરની ઘનતા વઘુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ જે. કે. પાર્ક, સદભાવના રેસીડેન્સી, પ્રિયદર્શની સોસા., ન્યુ ગાંઘીનગર, અક્ષર વાટીકા, અક્ષર ૫રીસર, અક્ષર એ.બી.સી., અક્ષર વિલા, ઓ૫લ સનસિટી, ગાયત્રીનગર, જીવરાજ રેસીડેન્સી, છોટુનગર કો.ઓ. સોસા., વાલ્મીકી આવાસ કવા., જંકશન પ્લોટ, ગાયત્રી પાર્ક (અયોઘ્યા ચોક પાસે), યાગરાજનગર આનંદ રેસી. પાસે, અંબીકા પાર્ક, અર્જુન પાર્ક - અમીન માર્ગ, છોટુનગર કો.ઓ. સોસા., મવડી કણકોટ રોડ, ક્રિસ્ટન હેવન એપા. આસપાસનો વિસ્તાર, કૈલાશ પાર્ક - ગોપાલ ચોક, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે, માટેલ સોસા., સ્વામીનારાયણ પાર્ક, મુરલીઘર સોસા., ભકિતઘામ સોસા., યુનિ. રોડ, કોટક બેંકની આસપાસનો વિસ્તાર, નુરાની૫રા (કનૈયાચોક રૈયારોડ), શિવઘામ સોસા., છોટુનગર કો. ઓ. સોસા., છોટુનગર મફતીયા૫રા, જુના વણકરવાસ , મોટા મવા ગામ, ૫રસાણાનગર, 40 ફુટ નો રોડ, મેઘમાયાનગર, વસંતવાટીકા (મવડી જીવરાજ પાર્ક), આદિત્ય પાર્ક, વિશ્વનગર આવાસ, મહાત્માગાંઘી કો. ઓ. હા. સોસા., જામનગર રોડ, ગાંઘી સોસા. બાલાજીપાન ની સામે, ગણેશ પાર્ક , દિ૫ક સોસા., , આફિકા કોલોની સોસા., રાઘા પાર્ક (શ્રી રામ પાર્ક), લોટસ એવન્યુ પાર્ક, દિપ્યા પાર્ક, મવડી ફાયર સ્ટેશન સામેનો વિસ્તાર, કૃષ્ણનગર, આશ્રય સોસા., શ્રમજીવી સોસા., રામનગર, જાગનાથ પ્લોટ યાજ્ઞિક રોડ, કિશાન૫રા, શ્રી સિતાજી ટાઉનશી૫, હેમાદ્રી (સરદાર ચોક) તથા આસપાસનો વિસ્તાર, મોટા મવા પ્રથમીક શાળાની સામેનો કાલાવડ રોડનો વિસ્તાર, શાસ્ત્રીનગર અજમેરા, ૫રમેશ્વર પાર્ક , માયાણી ચોક, ગુરૂદેવ પાર્કબીગબજાર પાછળ, છોટુનગર સોસા. મે. રોડ, મયુર પાર્ક જયનાથ હોસ્પિટલ આસપાસના વિસ્તારોમાં ફોગીંગની કામગીરી કરાઈ હતી.

મચ્છરના બ્રિડિંગ મળતા 723 આસામીને નોટિસ આપી
ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેક્સ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ અંગે નોટિસ અને વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવી છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય 556 પ્રીમાઇસીસ (બાંધકામ સાઇટ, સ્‍કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે)નો મચ્છર ઉત્પતિ અંગે તપાસ કરી રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ અંગે 723 આસામીને નોટિસ આપવામાં આવી છે.