તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Rajkot Recorded A Temperature Of 44 Degrees, If There Was No Lockdown, Mercury Would Have Reached 46, Greenhouse Effect Decreased Due To Lack Of Pollution.

લોકડાઉન 3:રાજકોટમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું, લોકડાઉન ન હોત તો પારો 46એ પહોંચત, પ્રદૂષણ ન હોવાથી ગ્રીનહાઉસ ઈફેક્ટ ઘટ્યું

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં સીઝનમાં પ્રથમ વખત ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો છે ત્યારે 150 ફૂટ રિંગરોડ પર ત્રણ યુવાનોએ એકબીજા પર પાણી રેડી ઠંડક મેળવી હતી.
  • પ્રદૂષણ ન હોવાથી ગ્રીનહાઉસ ઈફેક્ટ ઘટ્યું, રેડિએશન એમિશન વધ્યું
  • રાજ્યમાં સૌથી વધુ ગરમી રાજકોટમાં નોંધાઈ, સિઝનનું સૌથી હાઈએસ્ટ

બુધવારે રાજકોટમાં 44 ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયું હતું. જે રાજ્યમાં સૌથી વધુ હતું જ્યારે 43.4 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર બીજા ક્રમે રહ્યું હતું.  લોકડાઉનને કારણે 44 ડિગ્રીના તડકામાં નીકળવાનું ઓછું થયું તેમ શહેરવાસીઓએ માન્યું હશે પણ જો લોકડાઉન ન હોત તો 44 નહીં પણ 46 ડિગ્રી તાપમાનમાં રાજકોટને શેકાવું પડ્યું હોત તેમ હવામાન શાસ્ત્રના નિષ્ણાતો જણાવી રહ્યા છે.  હવામાન વિભાગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પ્રદૂષણ ઓછું હોવાને કારણે ધરતીની સપાટી પરથી રેડિએશન એમિશન છે તે પ્રદૂષણની ગેરહાજરીમાં રિલીઝ થઈ જાય છે અને તેને કારણે ગ્રીનહાઉસ ઈફેક્ટ ઘટતા તાપમાન ઓછું રહ્યું છે. જો લોકડાઉન હોત તો પ્રદૂષણ અને ગ્રીનહાઉસ ગેસને કારણે પારો 46 ડિગ્રી સુધી પહોંચી ગયો હોત. આ તાપમાન રાજકોટમાં ઉનાળાની સરખામણીએ ઘણું ઊંચું ગણી શકાય. હવે કદાચ 44ની આસપાસ પણ તાપમાન રહે તેવી શક્યતા પણ ઓછી છે.  

પૃથ્વીનું રેડિએશન અને ગ્રીનહાઉસ ઈફેક્ટ 
પૃથ્વી પર જ્યારે સૂર્યના કિરણો પડે ત્યારે તેમાંથી ઘણા કિરણો પૃથ્વી શોષી લે છે. ત્યારબાદ રેડિએશનના રૂપે પરાવર્તન પણ કરે છે. પરાવર્તિત થયેલું આ રેડિએશન વાતાવરણમાં રહેલા ગ્રીનહાઉસ વાયુ શોષી લે છે તેમજ પ્રદૂષણના કણો તેને પરાવર્તિત કરી ફરી સપાટી પર મોકલે છે તેને કારણે તાપમાનમાં વધારો થાય છે તેમજ રાત્રીના સમયે સૂર્યની ગેરહાજરીમાં પણ ગરમી અનુભવાય છે. હાલની સ્થિતિએ પ્રદૂષણના કણો તેમજ વાહન અને ફેક્ટરીઓના ધુમાડામાંથી નીકળતી ગ્રીનહાઉસ ગેસનું પ્રમાણુ ખૂબ જ ઘટી ગયું હોવાથી પૃથ્વીની સપાટી પરથી જે રેડિએશન નીકળે છે તેનો મોટાભાગનું પ્રમાણ અટક્યા વગર સીધું અવકાશમાં જતું રહે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો