હવામાન:રાજકોટમાં પહેલીવાર 16.7 ડિગ્રી તાપમાન થયું

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સૌથી નીચું તાપમાન ગાંધીનગરમાં 13.2 ડિગ્રી

રાજકોટમાં શનિવારે ઠંડીનો બે ડિગ્રી પારો ગગડ્યો હતો. તાપમાન 16.7 ડિગ્રી પહોંચ્યું હતું. જ્યારે નલિયામાં ઠંડીનો પારો 16.4 ડિગ્રી રહ્યો હતો. આ સાથે જ નલિયા અને રાજકોટમાં તાપમાનનો પારો એકસરખો રહ્યો હતો. હવામાન ખાતાના જણાવ્યા મુજબ રાજકોટમાં હજુ ચાર દિવસ 16થી 17 ડિગ્રી સુધી તાપમાન જળવાયેલું રહેશે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ લઘુતમ તાપમાન નીચું ગયું હતું. લઘુતમ તાપમાન નીચું જવાને કારણે ઠંડીનો અનુભવ થયો હતો.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ હવે ઠંડી ક્રમશ: વધશે. પવનની દિશા બદલાતા તેમજ તેજ પવનો ફૂંકાવાને કારણે હાલમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. સવારે અને સાંજે પવનની ઝડપ 6 કિલોમીટર રહી હતી. જ્યારે દિવસમાં પવનની ઝડપ ડબલ એટલે કે 12 કિલોમીટર રહી હતી જ્યારે રાજકોટમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહ્યું હતું. લઘુતમ તાપમાન નીચું જવાને કારણે ઠંડીના ચમકારાનો અનુભવ રહ્યો હતો.

નોર્થ, સાઉથ ગુજરાત અને કચ્છમાં તાપમાન

સેન્ટરનું નામ

તાપમાન

અમદાવાદ14.5
ડીસા16
ગાંધીનગર13.2
વી.વી.નગર15
વડોદરા14.4
સુરત20.6
વલસાડ19
દમણ19.6
ભુજ19
નલિયા16.4
કંડલા પોર્ટ18.8
કંડલા એરપોર્ટ16.1

સૌરાષ્ટ્રના જિલ્લામાં તાપમાન

જિલ્લો

તાપમાન

અમરેલી14.4
ભાવનગર16.6
દ્વારકા22.3
ઓખા24.4
રાજકોટ16.7
વેરાવળ19.6
દીવ18.3
સુરેન્દ્રનગર16.3
મહુવા15.5
કેશોદ14

​​​​​​​

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...