ભારત સરકાર દ્વારા કાર્યરત મિનિસ્ટ્રી ઓફ સ્કિલ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ દ્વારા ડિસ્ટ્રીકટ સ્કીલ ડેવલપમેન્ટ પ્લાન માટે એવોર્ડ ઓફ એકસલન્સ આપવામાં આવે છે. વર્ષ 2020-21માં દેશભરમાંથી આશરે 700 ડીસ્ટ્રીકટ સ્કીલ ડેવલોપમેન્ટ પ્લાન સબમિટ કર્યા હતા. જેમાં શ્રેષ્ઠ ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ પ્લાન માટે રાજકોટ જિલ્લાએ રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. આ ઉપલબ્ધી બદલ આજે દિલ્હી ખાતે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ એવોર્ડ સ્વીકાર્યો હતો.
જિલ્લાની પ્રથમ વખત પસંદગી કરાઈ
આ એવોર્ડ માટે દેશભરના જિલ્લઓમાં કાર્યરત પ્લાનીંગ પ્રોજેકટસનું મુલ્યાંકન નિતિ આયોગ, આઇ.આઇ.ટી. દિલ્હી અને આઇ.આઇ.ટી. ખડગપુરના નિષ્ણાંતો દ્વારા કરાયુ હતું. આ પ્રકારના પ્રોજેકટ માટે રાજકોટ જિલ્લાની સૌ પ્રથમ વખત પસંદગી કરવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લાની વિધવા અને ગંગાસ્વરૂપા બહેનો, એઇડ્સથી પિડિત દર્દીઓ, એલ.જી.બી.ટી. સમુદાય, આઇ.ટી.આઇ.ની લેબોરેટરીમાં ટ્રેઇનીંગ ઓફ ટ્રેઇનર્સ સહિતની બાબતો અંગે થયેલી કાર્યવાહીની વિશેષ નોંધ લેવામાં આવી હતી. જે બદલ રાજકોટ જિલ્લની આ એવોર્ડ માટે પસંદગી કરાઇ છે.
આ લોકોની મહેનતથી એવોર્ડ પ્રાપ્ત થયો
નોંધનીય છે કે,ડીસ્ટ્રીકટ સ્કીલ ડેવલોપમેન્ટ પ્લાન કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ દ્વારા રાજકોટ ખાતે મહાત્મા ગાંધી નેશનલ ફેલો હિરલચંદ્ર મારૂ અને રાજકોટ જિલ્લાના ડીસ્ટ્રીકટ ડેવલપમેન્ટ ઓફિસર, નોડલ આચાર્ય, ઔદ્યોગિક તાલીમ સંસ્થાનાં આચાર્ય નિપુણ રાવલ, રાજકોટ જિલ્લાનાં પૂર્વ કલેકટર રેમ્યા મોહન અને હાલનાં કલેકટર અરૂણ મહેશ બાબુનાં માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.