વરસાદનો નવો રાઉન્ડ:રાજકોટમાં વધુ એક ઈંચ વરસાદ થતા સિઝનનો કુલ 44 ઈંચ થયો, ગત સિઝન કરતા હજુ 5 ઈંચ ઓછો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં સોમવારે સિઝનનો રેકોર્ડ બ્રેક 16 ઈંચ વરસાદ થયો હતો. બે દિવસના વિરામ બાદ ગુરુવારે રાજકોટમાં સવારથી સાંજ સુધી એક ઈંચ વરસાદ થયો હતો. આ સાથે જ સિઝનનો કુલ વરસાદ 44 ઈંચ થયો છે. જોકે ગત સિઝન કરતા હજુ 5 ઈંચ ઓછો થયો છે. હવામાન વિભાગે નવી સિસ્ટમ શરૂ થાય ત્યાં સુધી સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ વરસાદ લોકલ ફોર્મેશન અને સિસ્ટમ સપોર્ટેડ હશે.

ગુરુવારે સવારે આકાશ વાદળોથી ગોરંભાયેલું હતું. સવારે 8.30 કલાકે ધીમે ધારે વરસાદ શરૂ થયો હતો. જે બપોરના 11.30 કલાક સુધી ચાલુ રહ્યો હતો બપોરે 12.00 સુધી 3 મીમી વરસાદ વરસી ચૂક્યો હતો. જ્યારે ત્યારબાદ બપોરના 2.00 કલાકે વરસાદ શરૂ થયો હતો અને સાંજ 4.00 કલાક સુધી ચાલુ રહ્યો હતો. આ બે કલાક દરમિયાન રાજકોટના સેન્ટ્રલ ઝોનમાં 10 મીમી વરસાદ થયો હતો. જ્યારે સાંજે 5.30 કલાકે વધુ 16 મીમી વરસાદ થયો હતો. આ સાથે સેન્ટ્રલ ઝોનનો વરસાદ 1102 મીમી, થયો હતો. જ્યારે વેસ્ટ ઝોનમાં ગુરુવારે 19 મીમી અને ઈસ્ટ ઝોનનો વરસાદ 18 મીમી થયો હતો. આ સાથે આ વિસ્તારનો સિઝનનો કુલ વરસાદ અનુક્રમે 1092 મીમી અને 997 મીમી થયો છે.

ગુરુવારે રાજકોટમાં લઘુતમ તાપમાન 25.2 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ 97 ટકા રહ્યું હતું. પવનની ઝડપ 11.00 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. વધુમાં હવામાન વિભાગના જણાવ્યાનુસાર આ વખતે ચોમાસું એક મહિનો મોડું વિદાય લેશે. ત્યાં સુધીમાં હજુ વરસાદ થવાની સંભાવના છે.

એક જ દિવસમાં પડેલા 16 ઈંચ વરસાદથી 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
સોમવારે 24 કલાકમાં આવેલા 16 ઈંચ વરસાદે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 2010 થી લઈને અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ સોમવારે નોંધાયો હતો. 2021 પહેલા 2013માં સપ્ટેમ્બર માસમાં રેકોર્ડ બ્રેક વરસાદ થયો હતો. જે 15 ઈંચ હતો. છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ જોઈએ તો સૌથી વધુ વરસાદ સામાન્ય રીતે જુલાઈ અને ઓગસ્ટ માસમાં જ પડ્યો છે. જોકે હવે 16 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદ પડશે. 2014માં સિઝનનો કુલ વરસાદ 15.88 ઈંચ થયો હતો.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર સોમવારે દક્ષિણ ગુજરાત પર લો-પ્રેશર હતું. આ સાથે ડિપ્રેશન સર્જાયું હતું. આમ, બધા સંજોગો અનુકૂળ બનતા આ વરસાદ નોંધાયો હતો.

2010થી લઈને અત્યાર સુધી એક દિવસનો સૌથી વધુ નોંધાયેલો વરસાદ

તારીખવરસાદ મીમી
31-8-201084
29-8-2011162
14-9-201262
26-9-2013376
18-7-201454
24-6-2015140
05-08-201691
14-7-2017318
16-7-2018164
09-08-2019188
30-8-2020175
અન્ય સમાચારો પણ છે...