ગાજવીજ સાથે આવી મેઘસવારી:રાજકોટમાં કડાકા ભડકા સાથે અડધા કલાકમાં એક ઇંચ વરસાદ વરસ્યો, રસ્તા પર પાણી ફરી વળ્યાં

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો - Divya Bhaskar
વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો

રાજકોટમાં ઘણાં દિવસ બાદ આજે ગાજવીજ સાથે મેઘસવારી આવી પહોંચી હતી. સવારથી બપોર સુધી અસહ્ય ગરમીને કારણે લોકો અકળાયા હતા. પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું હતું. બાદમાં પ્રચંડ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.જેને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. શહેરમાં અડધા કલાકમાં એક ત્રણ ઇંચ અને પૂર્વ રાજકોટમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

મેઘાવી માહોલ ખીલ્યો
હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે શહેરમાં મેઘાવી માહોલ પુર બહારમાં ખીલ્યો હતો અને માર્ગો પર ઠેર-ઠેર પાણી ભરાયા હતા. વરસાદ પડતાંની સાથે જ સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેને લઇને શહેરીજનોને ભારે ઉકળાટમાંથી રાહત મળી છે.

રસ્તા પર પાણી ફરી વળ્યાં
રસ્તા પર પાણી ફરી વળ્યાં

જિલ્લાનાં પાંચ ડેમોમાં 24 કલાકમાં નવા નીરની આવક
રાજકોટ જિલ્લાના જળાશયોના કેચમેન્ટ વિસ્તારમાં નોંધાયેલ વરસાદ મુજબ વાછપરી ડેમમાં 5 મી.મી. વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના પાંચ ડેમોમાં 24 કલાકમાં નવા નીરની આવક થઇ છે. ભાદર ડેમ 0.03 ફૂટ, આજી-1 ડેમ 0.26 ફૂટ, ઈશ્વરીયા ડેમ 0.16 ફૂટ, કરમાળ ડેમ 0.33 ફૂટ, ઘેલા સોમનાથ ડેમ 0.30 ફૂટ સહીતના કુલ પાંચ ડેમોમાં નવા પાણીની આવક થઇ છે. તેમ રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...