તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘરાજાની રી-એન્ટ્રી:રાજકોટમાં સરેરાશ 7 મીમી વરસાદ વરસ્યો

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી

લાંબા સમયના બ્રેક બાદ રાજ્યમાં ફરી વરસાદ વરસવાની પ્રક્રિયા શરૂ થઇ છે. જેમાં અષાઢી બીજના દિવસે રાજકોટ શહેરમાં વરસાદ વરસ્યો હતો અને ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. સેન્ટ્રલ ઝોનમાં 0.24 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે વેસ્ટ ઝોનમાં 0.32 ઇંચ, અને ઈસ્ટ ઝોનમાં 0.28 ઇંચ વરસાદ પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી પાંચ દિવસ રાજકોટ, જામનગર, પોરબંદર સહિત અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, એટલું જ નહિ 30 થી 40ની ઝડપે પવન પણ ફૂંકાશે.

આજ સવારથી દક્ષિણ ગુજરાત અને ઉત્તરપૂર્વી અરબી સમુદ્ર પર લો પ્રેશર સર્જાયું હતું. આ તકે સોમવારના રોજ વહેલી સવારથી જ શહેરમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું અને શહેરમાં મહત્તમ તાપમાનમાં પણ અનેક ગણો ઘટાડો નોંધાયો હતો. ત્યારે હજુ પણ તાપમાન નીચે જવાની આગાહી કરવામાં આવેલી છે. સતત બે દિવસથી વરસાદ વરસતા ખેતીને ઘણી રાહત મળી છે અને ખેડૂતોને જે ડર હતો તેમાંથી પણ તેઓ મુક્ત થયા છે.

અષાઢી બીજના દિવસે રાજકોટ શહેરનું મહત્તમ તાપમાન 32.6 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યુનતમ તાપમાન 25.3 ડિગ્રી જોવા મળ્યું છે. હવાની ગતિ અંગે જો વાત કરવામાં આવે તો સવારના 8 કિલોમીટર પ્રતિ કલાક અને સાંજના 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નોંધાઈ હતી. બીજી તરફ બપોરના સમયે રાજકોટનું મહત્તમ તાપમાન 31.2 ડિગ્રી, સામે હવામાં ભેજનું પ્રમાણ 74 ટકા અને હવાની ગતિ 10 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઈ હતી. આ તકે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્રમાં મેઘ મહેર થશે તેવી આગાહી કરવામાં આવી રહી છે.

વિવિધ વિસ્તારમાં પડેલો વરસાદ

ઝોનપડેલો વરસાદકુલ વરસાદ
સેન્ટ્રલ6 મીમી295 મીમી
વેસ્ટ8 મીમી278 મીમી
ઈસ્ટ7 મીમી256 મીમી
અન્ય સમાચારો પણ છે...