નવા નીરની આવક:રાજકોટમાં 2 ઇંચ વરસાદ, ભાદરમાં 0.10, આજી-1માં 0.49, આજી-3માં 0.10, ન્યારી-2માં 0.33 અને છાપરવાડી 2 ડેમમાં 0.33 ફૂટ નવું પાણી આવ્યું

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ન્યારી ડેમમાં 0.33 ફૂટ નવા નીરની આવક. - Divya Bhaskar
ન્યારી ડેમમાં 0.33 ફૂટ નવા નીરની આવક.
  • જિલ્લા ચાર ડેમના હેઠળવાસમાં આવતા ગામોને નદીના પટ્ટમાં અવરજવર ન કરવા સૂચના

રાજકોટમાં આજે બપોર સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આથી જિલ્લાના પાંચ મોટા જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. જેમાં ભાદરમાં 0.10, આજી-1માં 0.49, આજી-3માં 0.10, ન્યારી-2માં 0.33 અને છાપરવાડી 2 ડેમમાં 0.33 ફૂટ નવું પાણી આવ્યું છે. તેમ રાજકોટ સિંચાઇ વર્તુળ(ફ્લડ સેલ) દ્વારા જણાવવામાં આવ્યું છે.

છાપરવાડી, આજી-2 અને ખોડાપીપર ડેમનાં હેઠળના ગામોને એલર્ટ કરાયા
રાજકોટ સિંચાઇ વર્તુળ તરફથી જણાવવામાં આવ્યું છે કે, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લુણીવાવ ગામ પાસેનો છાપરવાડી-1(કબીર સરોવર) ડેમની હેઠવાસમાં આવેલા ડૈયા, ચરખડી, કોલીથડ, લુણાવાવ, પડવલા, વેજાગામ અને ગરનલા ગામના લોકોને નદીનાં પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. એવી જ રીતે આજી-2 ડેમનાં હેઠવાસના અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢડા, હરિપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામોના અને પડધરી તાલુકા પાસેના ખોડાપીપર ગામ પાસેનો ખોડાપીપર ડેમના હેઠવાસમાં આવેલા ખોડાપીપર અને થોરીયાળી ગામોના તથા ટંકારા તાલુકાના ખાખરા ગામોના નાગરિકોને પણ નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

આજી-3 ડેમના હેઠવાસના ગામોના લોકોને એલર્ટ કરાયા
રાજકોટ સિંચાઇ વર્તુળ તરફથી જણાવવામાં આવ્યું છે કે, રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખજુરડી ગામ પાસેના આજી-3 ડેમની હેઠવાસમાં આવેલા ખજુરડી થોરીયાળી અને મોટા ખીજડીયા, ટંકારા તાલુકાના ખાખરા, જોડિયા તાલુકાના બોડકા, જસાપર, જીરાગઢ, મેઘપર, પીઠડ, રસનાળ અને ટીમ્બડી તથા ધ્રોલ તાલુકાના મોડપર, ધરમપુર, સગાડીયા, સધાધુના અને દેડકદડ ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.