• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Rajkot Ranks Third In The Entire State In The Grand Campaign Of Vaccination, 46700 People In The City Got Vaccinated Against The Target Of 50 Thousand

કોરોના રાજકોટ LIVE:વેક્સિનેશન મહા અભિયાનમાં સમગ્ર રાજ્યમાં રાજકોટનો ત્રીજો ક્રમાંક, 50 હજારના લક્ષ્યાંક સામે શહેરમાં 46700 લોકોએ વેક્સિન લીધી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મનપાએ ઘણી યુક્તિપ્રયુક્તિ પણ કરી હતી - Divya Bhaskar
મનપાએ ઘણી યુક્તિપ્રયુક્તિ પણ કરી હતી
  • શહેરમાં કુલ કેસની સંખ્યા 42814 પર પહોંચી, અત્યાર સુધીમાં 13,76,492ના ટેસ્ટ કરાયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિને નિમિતે ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સિનેશન મહા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગત રાત્રિએ એસ.ટી. બસ પોર્ટ અને રેસકોર્ષ રિંગ રોડ ખાતે વેક્સિનેશનની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર રાજ્યમાં રાજકોટને ત્રીજો ક્રમાંક પ્રાપ્ત થયો છે. વેક્સિનેશનની કામગીરી ગઈકાલે મધ્ય રાત્રિ સુધી કરવામાં આવ્યું હતું. અને આ મહા અભિયાનમાં 46700 લોકોએ વેક્સિન લઇ લીધી છે. આજે શહેરમાં એક પણ કેસ નોંધાયો નથી જયારે કુલ કેસની સંખ્યા 42814 પર પહોંચી છે અને અત્યાર સુધીમાં 13,76,492ના ટેસ્ટ કરાયા છે. બપોરે 1 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 2398 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 818 સહિત કુલ 3216 નાગરિકોએ રસી લીધી હતી.

મનપાએ ઘણી યુક્તિપ્રયુક્તિ પણ કરી હતી
ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરને 17મીના વેક્સિનેશન મેગા કેમ્પ માટે 49500 ડોઝનો ટાર્ગેટ અપાયો છે. આ માટે મનપાએ ગુરૂવાર રાત્રીથી જ કામગીરી ચાલુ કરી હતી અને રેસકોર્સ તેમજ બસ સ્ટેન્ડમાં રાતે 11 વાગ્યે આરોગ્ય કર્મચારીઓ ગોઠવી સ્થળ પર જ વેક્સિન અપાઈ હતી. જેને લઈને શુક્રવાર રાત્રીના 11 વાગ્યા સુધીમાં જ 45556ને રસી અપાઈ હતી. જે માટે મનપાએ ઘણી યુક્તિપ્રયુક્તિ પણ કરી હતી.

સ્ટાફની સંખ્યા વધારી દેવાઈ હતી
સૌથી વધુ વેક્સિનેશન વેસ્ટ ઝોનમાં થાય છે. નાનામવા આરોગ્ય કેન્દ્રમાં વધુ ભીડ રહે છે અને આજે ત્યાં રેકોર્ડબ્રેક 1800ને રસી અપાઈ હતી. વેસ્ટ ઝોન ઓફિસ કે જ્યા સેકન્ડ ડોઝ જ અપાય છે પણ 17મી માટે બંને ડોઝ ચાલુ કરાયા હતા. સ્થળ પર અવ્યવસ્થા ન થાય તે માટે બેસવા માટે ખુરશીઓની કતાર લાંબી કરાઈ હતી તેમજ સ્ટાફની સંખ્યા વધારી દેવાઈ હતી.

અનેક અરજદારો રઝળી પડ્યા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે કુલ 50 હજાર વેક્સિનના ડોઝ આપવાના હતા, જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તંત્રએ ઉંધેમાથે થઇ કામગીરી અને ટાર્ગેટ પૂરો કરવા માટે મનપાના તમામ ઓફિસરો અને સ્ટાફને રૂટીન રોજીંદા કામો પડતા મૂકી વેક્સિનના કામે લગાડી બેસાડવામાં આવ્યા છે. જેના લીધે અનેક અરજદારો રઝળી પડ્યા છે.