ભારત અને વિશ્વભરમાં કોરોના હાલ કાબૂમાં છે ત્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં 5.39 કરોડ લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ, 5.15 કરોડે બીજો અને 26.83 લાખ લોકોએ પ્રિકોશન ડોઝ પણ લઇ લીધો છે.
રાજકોટમાં પણ 15 વર્ષના બાળકોથી લઈને વડીલોએ પણ કોરોના સામે લડવા રસી લીધી છે. કોરોનાની રસીનો બીજો ડોઝ લેવામાં ગુજરાતભરમાં રાજકોટ પાંચમા સ્થાને છે જ્યારે પ્રિકોશન ડોઝ લેવામાં રાજકોટ રાજ્યમાં ચોથા ક્રમે રહ્યું છે. બીજો અને પ્રિકોશન બંને ડોઝમાં અમદાવાદ રાજ્યમાં પ્રથમ ક્રમે છે.
રાજકોટમાં 27.55 લાખ લોકોએ પહેલો, 25.14 લાખે બીજો અને 1.31 લાખ લોકોએ પ્રિકોશન ડોઝથી સુરક્ષિત થયા છે. કોરોનાની વેક્સિન બાદ દેશભરમાં મૃત્યુદર પર લગામ લાગ્યો છે. કોરોના થવા છતાં મહત્તમ દર્દીઓને હોસ્પિટલાઈઝેશનની જરૂર નથી પડી રહી.
કોરોના સામે રક્ષણ મળે એ હેતુથી કોવિશિલ્ડ અને કોવેક્સિન ડોઝ ભારતભરમાં યુદ્ધના ધોરણે આપવાની શરૂઆત કરાઈ હતી. કોરોના વોરિયર્સ બાદ, સિનિયર સિટિઝન અને ત્યારબાદ 45થી વધુ વયના અને એ પછી 18 વર્ષથી ઉપરના તમામને કોરોના વેક્સિનનો ડોઝ અપાયો હતો. 3 જાન્યુઆરીથી દેશભરમાં 15થી 18 વયના તરુણોને પણ વેક્સિનનો ડોઝ આપવાની શરૂઆત થઈ છે. 10 જાન્યુઆરીથી ફ્રન્ટલાઈન વોરિયર્સને પ્રિકોશન એટલે કે બૂસ્ટર ડોઝ દેશભરમાં આપવાની શરૂઆત થઈ છે. અનેક લોકો બંને ડોઝથી સુરક્ષિત થયા છે, કેટલાકે પ્રિકોશન ડોઝ પણ લઇ લીધો છે.
સૌથી વધુ બીજો ડોઝ લેનાર ટોપ-5 શહેર
શહેર | બીજો ડોઝ લેનારની સંખ્યા |
અમદાવાદ | 62,38,815 |
સુરત | 52,17,649 |
વડોદરા | 29,00,266 |
બનાસકાંઠા | 25,69,491 |
રાજકોટ | 25,14,498 |
18થી 44 વર્ષના લોકોને સૌથી વધુ 6.10 કરોડ ડોઝ અપાયા
ઉંમર | વેક્સિનના ડોઝ |
12-14 | 25,48,326 |
15-17 | 57,01,956 |
18-44 | 6,10,88,469 |
45-60 | 2,35,81,038 |
60થી વધુ | 1,52,49,765 |
ગુજરાતમાં સૌથી વધુ 8.86 કરોડ ડોઝ કોવિશિલ્ડના અપાયા
વેક્સિન | કેટલા ડોઝ અપાયા |
કોવિશિલ્ડ | 8,86,52,177 |
કોવેક્સિન | 1,69,76,955 |
કોર્બેવેક્સ | 25,48,547 |
ગુજરાતમાં 5.74 95 કરોડ પુરુષ, 4.80 કરોડ મહિલાને રસી અપાઈ
જાતિ | વેક્સિનના ડોઝ |
પુરુષ | 5,74,66,880 |
સ્ત્રી | 4,80,33,511 |
સૌથી વધુ પ્રિકોશન ડોઝ લેનાર ટોપ-5 શહેર
શહેર | પ્રિકોશન ડોઝ લેનારની સંખ્યા |
અમદાવાદ | 3,52,340 |
વડોદરા | 2,00,499 |
સુરત | 1,85,102 |
રાજકોટ | 1,31,550 |
દાહોદ | 1,30,720 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.