તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવક:રાજકોટ રેલવેને 10 માસમાં રૂ. 1347 કરોડની આવક

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • સિરામિક, ઉદ્યોગોમાં ઉપયોગી સાધનો અને પ્રોડક્ટનું પાર્સલ કરવાનો નવતર પ્રયોગ થયો

કોરોના પછી રેલવે વિભાગે રાજકોટથી ચણા, ઔદ્યોગિક એકમોમાં ઉપયોગી સાધનો અને વિવિધ પ્રોડક્ટ, સિરામિક પ્રોડક્ટ ગુડઝ ટ્રેન મારફતે બીજા રાજ્યમાં મોકલી. જેને કારણે વેસ્ટર્ન રેલવેને 1347 કરોડની આવક થઇ છે. કોરોના પછી ગુડઝ ટ્રેન મારફત માલ બીજા રાજ્યમાં મોકલાઈ રહ્યો છે. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે પશ્ચિમ રેલવે પર નૂર ગ્રાહકો સાથે તાજેતરમાં વેબ કોન્ફરન્સ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, નૂર પશ્ચિમ રેલવે લોડિંગ અને રેવન્યૂની બાબતમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે.

તમામ રેલવે ગ્રાહકોને રેલવે દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલ ઇ-પોર્ટલ (ફ્રેટ બિઝનેસ ડેવલપમેન્ટ પોર્ટલ) સુવિધાનો ઉપયોગ કરવા કહેવામાં આવ્યું છે. જનરલ મેનેજરે જણાવ્યું હતું કે, પશ્ચિમ રેલવેએ 66 મિલિયન ટન લોડિંગને પાર કરી લીધી છે અને નૂર દ્વારા 8000 કરોડથી વધુની આવક મેળવી છે. સાથે જ, 82 મિલિયન ટન લોડિંગ અને નૂરને પાર કરવામાં 10,000 કરોડ રૂપિયા આવક વધવાની અપેક્ષા છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો