આજે રાજકોટ રેલવે જંકશન સૌરાષ્ટ્રનું સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક એક્સલરેટર લિફ્ટ યુક્ત સ્ટેશન બન્યું છે. જ્યાં રૂ.23.76 કરોડનો ખર્ચે અન્ય 5 સુવિધાઓ સાથે રેલ્વે સ્ટેશનના નવિનીકરણનું સાંસદ મોહન કુંડારીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ સુવિધાઓનો લાભ મુસાફરોને મળશે
આ સુવિધાઓની વાત કરીએ તો રાજકોટ રેલવે જંકશન ખાતે પ્લેટફોર્મ નં 1,2 અને 3 ઉપર રૂ.4.54 કરોડના ખર્ચે ઇલેક્ટ્રોનિક એક્સલરેટરની સુવિધા, પ્લેટફોર્મ નં 2 અને 3 ઉપર રૂ.42.20 લાખના ખર્ચે મુસાફરો માટે લિફ્ટની સુવિધા, રૂ.12.45 કરોડના ખર્ચે રેલ્વે સ્ટેશનના નવિનીકરણનું કાર્ય, પ્લેટફોર્મ નં.2 અને 3 ઉપર રૂ.59.75 લાખના ખર્ચે મુસાફરો માટે કોચ ઇન્ડિકેટર સિસ્ટમ તથા પ્લેટફોર્મ નં.2 અને 3 ઉપર મુસાફરો માટે રૂ.3.28 કરોડના ખર્ચે ક્વિક વોટર સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમજ વાંકાનેર સ્ટેશન પર પ્લેટફોર્મ નં.2 ઉપર સરક્યુલેટીંગ એરિયામાં રૂ.1.20 કરોડના ખર્ચે મુસાફરો માટે બે લિફ્ટ તથા પ્લેટફોર્મ નં.2 ઉપર રૂ.1.01 કરોડના ખર્ચે કવરશેડ લગાવવામાં આવ્યો છે
સુવિધા, સુરક્ષા અને સ્વચ્છતાનું ત્રિવેણી સંગમ
આ અંગે સાંસદ મોહન કુંડારિયાએ જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રેલવે મંત્રાલય તરફથી રાજકોટના પેસેન્જર્સને મહત્તમ સુવિધા મળે તે હેતુથી અનેક નવી સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવવામાં આવી છે તેમજ પ્રવર્તમાન સુવિધાઓનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રને વિશેષ સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે રાજકોટ-સુરેન્દ્રનગર ડબલ ટ્રેકનું કામ પુરજોશમાં કરાઈ રહ્યું છે. જેથી રાજકોટને તેનો મહત્તમ લાભ મળે. અધ્યતન સુવિધા, સુરક્ષા અને સ્વચ્છતાનું ત્રિવેણી સંગમ એટલે રાજકોટનું રેલ્વે જંકશન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.