રાજકોટ રેલવે ડિવિઝન ઊર્જા સંરક્ષણ માટે દેશમાં બીજા ક્રમે આવ્યું છે. રાજકોટ રેલવે ડિવિઝને સૌર ઊર્જાની મદદથી વીજ ઉત્પાદન કર્યું હતું અને રૂ. 13.09 લાખ રૂપિયાની બચત કરી છે. વિદ્યુત મારફતે 17,242 કિલો વોટનો વપરાશ ઘટાડયો છે અને સૌર ઊર્જામાંથી 2,39,514 કિલો વોટ વીજ ઉત્પાદન કરતા રાષ્ટ્રીયકક્ષાએ તેની નોંધ લેવાઈ છે. 67માં રેલ સપ્તાહ અંતર્ગત રેલવેની વિશેષ સિધ્ધિ બદલ ડિવિઝનને જીએમ દ્વારા ત્રણ શિલ્ડ અર્પણ કરવામાં આવ્યો છે.
આ સિવાય 3 કર્મચારી અને 12 કર્મચારીને પણ જીએમ એવોર્ડ મળ્યો છે.વધુ વિગતો આપતાં સિનિયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યું કે મુંબઈમાં યોજાયેલા સમારોહમાં આ ત્રણેય શિલ્ડ પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવેના જનરલ મેનેજર (જીએમ) અનિલકુમાર લાહોટી દ્વારા રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજરને અર્પણ કરવામાં આવ્યા હતા. રાજકોટ ડિવિઝનને એનર્જી કન્ઝર્વેશન એફિશિયન્સી શિલ્ડ, એકાઉન્ટ્સ એફિશિયન્સી શિલ્ડ અને સેફ્ટી એફિસિયન્સી શિલ્ડ મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.