ભાસ્કર વિશેષ:રાજકોટ રેલવે હોસ્પિટલે સૌરઊર્જા અને બ્રશલેસ ડાયરેક્ટ કરંટથી એક વર્ષમાં 1.02 લાખ યુનિટનો વપરાશ ઘટાડ્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વીજ વપરાશ ઘટતા વાર્ષિક રૂપિયા 6.87 લાખની બચત થઈ દેશમાં બીજા ક્રમે

વીજબચત માટે રેલવે હોસ્પિટલમાં સૌરઊર્જાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સિવાય એલઈડી લાઇટ, ફાઈવ સ્ટાર રેટિંગ એરકન્ડિશન- પંખાનો વપરાશ અને ઓટોમેટિક વિદ્યુત વ્યવસ્થા ગોઠવતા એક વર્ષમાં 1.02 લાખ યુનિટનો વીજ વપરાશ ઘટ્યો હતો. જેને કારણે રૂ. 6.87 લાખ રૂપિયાની બચત થઈ હતી. આ વીજ બચત માટે રાષ્ટ્રીયકક્ષાએ આયોજિત સમારોહમાં ઊર્જા બચતની કામગીરી સંદર્ભમાં રાજકોટ રેલવે હોસ્પિટલ આખા દેશમાં બીજા ક્રમે રહેતા પુરસ્કાર અપાયો હતો.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જૈફના જણાવ્યાનુસાર 2019-2020માં વીજની જરૂરિયાત 2.61 લાખ યુનિટ હતી. જેના સ્થાને 2020-2021માં વીજ વપરાશ માત્ર 1.59 યુનિટ જ રહ્યો હતો. વીજબચત થાય તે માટે સૌરઊર્જાના વપરાશ પર ભાર મુકવામાં આવ્યો હતો. 2008માં પણ ઊર્જા બચતમાં રાજકોટ રેલવે ડિવિઝનની નોંધ રાષ્ટ્રીયકક્ષાએ લેવામાં આવી હતી.

આ સમયે રાજકોટ રેલવે વિભાગને અલગ-અલગ 5 કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો. ઊર્જા બચતમાં જામનગર રેલવે સ્ટેશન, રાજકોટ રેલવે હોસ્પિટલ, દ્વારકા, સુરેન્દ્રનગર અને રાજકોટ રેલવે સ્ટેશનમાં નોંધપાત્ર કામગીરી થઇ હતી. આ સમયમાં 48.96 લાખ વીજ યુનિટની બચત કરવામાં આવી હતી. જોકે હાલમાં પણ રેલવે કર્મચારીઓ જ્યાં રહે છે એ રેસિડેન્સી તેમજ સ્ટેશન પર સોલાર પેનલનો વપરાશ થઈ રહ્યો છે.

વીજ બચત માટે આ બદલાવ કર્યો

  • વીજ યુનિટનો ઓછો વપરાશ થાય તેવા સાધનનો વપરાશ. પરંપરાગત વિન્ડો એસી, ફ્રીઝનો વપરાશ ઘટાડ્યો અને તેના સ્થાને સ્ટાર રેટેડ સ્પ્લીટ એસીનો વપરાશ વધાર્યો.
  • સૌરઊર્જા અને સૂર્ય વોટર હીટર સિસ્ટમનો વધુ વપરાશ કર્યો. 36 વોટ વીજ ક્ષમતાની ટ્યૂબલાઇટના ફિટિંગ સ્થાને 18 વોટની ક્ષમતા ધરાવતી લાઈટનો વપરાશ વધાર્યો.
  • 90 વોટ સીલિંગ ફેનના સ્થાને 36 વોટ બીએલડીસી સીલિંગ ફેનનો વપરાશ કર્યો.
અન્ય સમાચારો પણ છે...