તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના આંખો સુધી પહોંચ્યો:રાજકોટમાં કોરોનાથી આંખોના નેત્રપટલમાં ગઠ્ઠા ફસાઈ જવા,આંખ સતત લાલ થઇ જવી જેવી સમસ્યાઓ વધી

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
દર્દીના રેટિનાનો ફોટો, આ રીતે આંખમાં વધી રહ્યો છે બ્લડ ક્લોટ. - Divya Bhaskar
દર્દીના રેટિનાનો ફોટો, આ રીતે આંખમાં વધી રહ્યો છે બ્લડ ક્લોટ.
 • ગઠ્ઠા શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાતરણ થવાનું ચાલુ કરે છે - મનોવિજ્ઞાન ભવન,સૌરાષ્ટ્ર યુનિવર્સીટી.

કોરોનાના કહેરની સાથે જ આપણું વિશ્વ અત્યંત ડિજિટલ બની ગયું છે. લગ્નથી લઈને કરિયાણા સુધી, world wide web આપણી દરેક જરૂરિયાત માટેનું એક માધ્યમ બની ગયું છે. પરંતુ સિક્કાની બીજી બાજુ પણ છે. મોટાભાગના લોકોનો સ્ક્રીન ટાઈમ એટલો વધી ગયો છે કે તેની આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થવા લાગી છે.આ અંગે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં કાર્યરત મનોવિજ્ઞાન ભવનના ડો. ડિમ્પલ રામાણી અને ડોબરીયા ભૂમિકાએ સંશોધન કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં આંખનું જે નેત્રપટલ અર્થાત રેટિનાની લોહીની નળીજે 150 માઇક્રોનની હોય છે એમાં પણ એ ગઠ્ઠા ફસાઈ જતાં હોય છે. જેના લીધે આંખમાં જાંખું દેખાવું, વેલ થવી, આંખ સતત લાલ થઇ જવી, મોતિયો આવવો,નંબર ત્રાસા વગેરે જેવા પ્રશ્ન ઉદભવે છે.

વધારે સ્ક્રીન જોવાથી સૌથી વધારે નુકસાન આંખોને થાય છે
મોટાભાગના વાલીઓની પોતાના સંતાનની આંખોની સમસ્યાના પ્રશ્નો ઉભા થયાં છે. સતત એક જઃ વાત અમારું બાળક મોબાઈલ અને ટીવી માંથી જ બહાર નીકળતું નથી. જોઈએ તો કોરોનામાં સ્વસ્થ થયા પછી પણ જોવા મળતી દૃષ્ટિની આ સમસ્યા વિશે વિગતે જાણ્યું કે,કોરોનાને લીધે શરીરની અંદર સાયટોકાઈન સ્ટોર્મની પ્રક્રિયાને લીધે શરીરમાં લોહીના ગઠ્ઠા બને છે. જ્યારે દર્દી કોરોનામાંથી સાજા થાય છે ત્યારે આ ગઠ્ઠા શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થવાનું ચાલુ કરે છે.એક અભ્યાસ પ્રમાણે જેમાં જોવા મળ્યું છે કે આંખનું જે નેત્રપટલ એટલે કે રેટિનાની લોહીની નળી જે વાળ જેટલી એટલે કે 150 માઇક્રોનની હોય છે એમાં પણ એ ગઠ્ઠા ફસાઈ જતાં હોય છે. જેના લીધે આંખમાં જાંખું દેખાવું, વેલ થવી, આંખ સતત લાલ થઇ જવી, મોતિયો આવવો,નંબર ત્રાસા વગેરે જેવા પ્રશ્ન સર્જાય છે.

લોકોની આંખો સૂકાઈ અને જીણી થવા લાગી
કમ્પ્યૂટર વિઝન સિન્ડ્રોમ (CVS)થી પીડાતા હાલ અસંખ્ય લોકો છે. તેમની આ સ્થિતિ પાછળનું કારણ છે કોરોનાની મહામારીને કારણે વર્કફ્રોમ હોમમાં સતત લેપટોપ અને મોબાઈલ ફોનનો ઉપયોગ. વેબિનાર ભરવાના હોય કે ઓનલાઈન ટ્રેનિંગ લેવાની હોય અથવા શો જોવાના હોય કલાકો સુધી આંખો લેપટોપ કે મોબાઈલ સામે રહે છે. મિટિંગ પણ ઓનલાઇન, ભણવાનું પણ ઓનલાઇન અને બાકી રહી જતું હતું તો લોકોના મૃત્યુ પાછળ બેસણું પણ ઓનલાઇન ગોઠવવામાં આવે છે.જેના કારણે તેમની આંખો સૂકાઈ ગઈ અને જીણી થવા લાગી.

આંખની સમસ્યાના લક્ષણો

 • આંખના રોગ થવા
 • આંખ લાલ થવી કે આંખમાંથી પાણી નીકળવા
 • આંખોમાં બળતરા થવી
 • પાપણો ચોંટી જવી
 • આંખોના કારણે માથું દુઃખવું
 • વારંવાર ચશ્માના નંબર માં વધારો થવો
 • આંખોમાં લોહીના ટશ્યા દેખાવા
 • દર્દ વીના ધીમેધીમે દૃષ્ટી ગુમાવવી
 • આંખોમાં અસ્વસ્થતા, ઝાંખુ દેખાવુ, આંખોમાં દુખાવો
 • આંખનો મોતિયો :દૃષ્ટીમાં ઝાંખુ દેખાવુ
 • આંખના પોપચા સોજી જવા
 • ખંજવાળ આવવી
 • ત્રાસી નજર માંડવી
 • દુરનું કે નજીકનું જોવામાં મુશ્કેલી

કયા લોકોને આંખની સમસ્યા થવાની વધુ શક્યતા રહેલી છે?

 • વધુ પડતું સોશિયલ મીડિયા નો ઉપયોગ
 • વધુ પડતું ટીવી એડિક્શન
 • સતત લેપટોપ કે કમ્પ્યુટર દ્વારા થતું વર્કફ્રોમ હોમ
 • ઓનલાઇન એડયુકેશન
 • પૌષ્ટિક આહાર ન લેનારને
 • બાળકોથી લઇ 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને
 • ઊંઘ વિક્ષેપ
 • ડિજીટલ મશીનોમાં વધુ સમય સુધી એકીટશે જોઇ રહેવું
 • ઓછા પ્રકાશમાં એકીટશે ભણવું

આંખની ખામીને કારણે સર્જાતી મુશ્કેલીઓ

 • છોકરો અથવા છોકરીને આંખના નંબર હોવાથી લગ્ન કરવામાં મુશ્કેલી
 • નોકરી કરતા યુવાનોને નંબરવાળા ચશ્મા હોવાથી તે પોતાના વિચારોને બોસ સમક્ષ પ્રસ્તુત કરવા આત્મવિશ્વાસ કેળવી શકતા નથી.
 • રમત-ગમતમાં અવ્વલ રહેતા સ્પર્ધકોને આંખના નંબરના કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
 • આજની લાઈફ સ્ટાઈલ આંખો ઉપર સ્ટ્રેસ વધારનારી છે.
 • સમાચાર પત્રો, ચોપડી-સામાયિક વાંચવા, ટીવી જોવું, કમ્પ્યૂટર અને મોબાઈલ સાથે 24 કલાક વળગી રહેવું આવી ટેવ ઘરડાથી લઈ ટીનએજર્સ સુધીના બાળકોમાં જોવા મળે છે.

બાળકોમાં સામાન્ય રીતે જોવા મળતી આંખોની સમસ્યાઓ

 • રિફ્રેક્ટિવ ક્ષતિ (ચશ્માના નંબર્સ) : બાળકોમાં ૮૦ ટકા દૃષ્ટિ સંબંધિત ખામી સર્જવા કારણભૂત બને છે.
 • માયોપિયા કે નજીકની દૃષ્ટિ, હાયપરમેટ્રોપિયા કે દૂરની દૃષ્ટિ સંબંધિત ખામી, એસ્ટીગ્માટીઝમ સામેલ હોય છે. તેને યોગ્ય ચશ્મા પહેરીને દૂર કરી શકાય છે.
 • લેઝી આઈ કે એમ્બ્લિયોપિયા એ ૨ ટકા બાળકોમાં જોવા મળે છે. નવજાત અવસ્થામાં કે બાળપણમાં એક આંખના ઉપયોગના અભાવે આંખનું મગજ સાથે જોડાણ નિષ્ફળ રહે છે. તેથી, એમ્બ્લિયોપિક આંખ સામાન્ય આંખ કરતાં વધુ નબળી રહે છે.

સાવચેતી

 • આંખને હળવે હાથેથી માલિશ કરવું તેનાથી તમારી આંખમાં રક્ત સંચાલન યોગ્ય રીતે થશે અને તે તમારી આંખની આસપાસની માંસપેશિયોને પણ આરામ આપશે.
 • તાજા ફળો અને શાકભાજીનો આહારમાં ઉપયોગ કરવો
 • લેપટોપ કે કમ્પ્યુટર જેવા સાધન નો બિનજરૂરી ઉપયોગ ન કરવો
 • સોશ્યિલ મીડિયાનો મધ્યમ ઉપયોગ
 • રાત્રીના મોડેથી વાંચવાનું ટાળો
 • માનસિક આઘાતથી દૂર રહો
 • નિયમિત કસરત
 • પૂરતી ઉંઘ કરવી
 • આંખોની યોગ્ય સફાઈ, આંખોનુ ધૂળ ધુમાડા અને તડકા થી સનગ્લાસીસ દ્વારા રક્ષણ.
 • દિવસમાં 4 વાર ઠંડા પાણીએ આંખ સાફ કરવી
 • બ્લડપ્રેશર અને ડાયાબિટીસ જેવા આનુષંગિક રોગો ની યોગ્ય સારવાર તથા નિયમિત સંપૂર્ણ બોડી ચેક-અપ કરાવવુ અત્યંત જરૂરી છે...
અન્ય સમાચારો પણ છે...