નિર્ણય:રાજકોટમાં 60 વર્ષથી વધુ વયના કેદીઓને દિવાળીની ભેટ, 47 કેદીઓને 14 દિવસની સ્પેશિયલ પેરોલ પર છોડવામાં આવ્યા

રાજકોટ25 દિવસ પહેલા
દર દિવાળી પર્વે જેલમાં 60 વર્ષથી મોટી ઉંમરના કેદીઓને 14 દિવસની પેરોલ રજા આપવાનો નિયમ છે
  • 22 મહિલા કેદી અને 23 પુરૂષ કેદીઓને દિવાળીના તહેવારને અનુલક્ષીને જામીન પર છોડવામાં આવ્યા છે : રાજકોટ મધ્યસ્થ જેલના PI

રાજકોટ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા 60 વર્ષથી વધુ વયના કેદીઓને તંત્ર તરફથી દિવાળીની ભેટ આપવામાં આવી છે. જેમાં 47 કેદીઓને 14 દિવસની સ્પેશિયલ પેરોલ પર છોડવામાં આવ્યા છે. આ મુદ્દે રાજકોટ મધ્યસ્થ જેલના PI ભુપેન્દ્ર પરમારે જણાવ્યું હતું કે, દર દિવાળી પર્વે જેલમાં 60 વર્ષથી મોટી ઉંમરના કેદીઓને 14 દિવસની પેરોલ રજા આપવાનો નિયમ છે, જેથી આ વર્ષે પણ દિવાળી પર્વ કલેકટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 22 મહિલા કેદી અને 23 પુરૂષ કેદીઓને દિવાળીના તહેવારને અનુલક્ષીને 14 દિવસના જામીન પર છોડવામાં આવ્યા છે. દિવાળીના તહેવારમાં આ કેદીઓ 14 દિવસ સુધી પોતાના પરિવારજનો સાથે તહેવારની ઉજવણી કરવાની પરવાનગી તંત્ર દ્વારા આપવામાં આવી છે અને 14 દિવસ પછી આ કેદીઓએ જેલમાં ફરી હાજર થવાનું રહેશે.

22 મહિલા કેદી અને 23 પુરૂષ કેદીઓને દિવાળીના તહેવારને અનુલક્ષીને 14 દિવસના જામીન પર છોડવામાં આવ્યા
22 મહિલા કેદી અને 23 પુરૂષ કેદીઓને દિવાળીના તહેવારને અનુલક્ષીને 14 દિવસના જામીન પર છોડવામાં આવ્યા
રાજકોટ મધ્યસ્થ જેલના PI ભુપેન્દ્ર પરમાર
રાજકોટ મધ્યસ્થ જેલના PI ભુપેન્દ્ર પરમાર

24 પાકા કેદીઓના કેસની ચર્ચા કરવામાં આવી
ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને જેલ સલાહકાર સમિતિની ત્રિમાસિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહેલા પાકા કામના કેદીઓ પૈકી 14 વર્ષ પુર્ણ થયા હોય તેવા 24 પાકા કેદીઓના કેસની ચર્ચા કરવામાં આવી હતી, તેમજ જેલ સલાહકાર સમિતિના સભ્યો દ્વારા જેલ વિઝીટ કરવામાં આવી હતી.

જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને જેલ સલાહકાર સમિતિની ત્રિમાસિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું
જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને જેલ સલાહકાર સમિતિની ત્રિમાસિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું

દિવાળી પર્વની શુભકામનાઓ પાઠવી
આ જેલ વિઝીટ દરમિયાન બંદિવાનોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. જેલ સલાહકાર સમિતિની મીટીંગ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમા બંદિવાનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યા હતા. કલેકટર અરુણ મહેશ બાબુ તેમજ એસપી બલરામ મીણા દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક સંબોધન કરવામાં આવ્યું હતું. જેલ અધિક્ષક બન્નો જોષી દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવનાર જેલના અધિકારી, કર્મચારી તથા બંધિવાનોનો આભાર વ્યકત કરી તથા બંદિવાનોને દિવાળી પર્વની શુભકામનાઓ પાઠવી કાર્યક્રમની પુર્ણાહુતિ કરી હતી.

જેલ વિઝીટ દરમિયાન બંદિવાનોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું
જેલ વિઝીટ દરમિયાન બંદિવાનોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું
અન્ય સમાચારો પણ છે...