તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોસ્ટર પ્રચાર:રાજકોટમાં વિજય રૂપાણીના ફોટા સાથે ‘CM એ જ કોમન મેન’ના સ્લોગન સાથે શેરી-ગલીમાં પોસ્ટર લાગ્યા

રાજકોટ12 દિવસ પહેલા
ભાજપની 20 જેટલા સ્ટાર પ્રચારકોની યાદીમાં વિજય રૂપાણી મોખરે
  • ભાજપ દ્વારા પરોક્ષ રીતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરી બતાવવા પોસ્ટર લગાવ્યા
  • વિકાસ કાર્યોની સાથોસાથ વિજય રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર લગાવાયા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઇને ભાજપ અને કોંગ્રેસ દ્વારા જંગી બહુમતી મેળવવા માટે સ્ટાર પ્રચારકોને ગુજરાતના મહાનગરોમાં ચૂંટણી પ્રચાર માટે મોકલવાનું શરૂ કરી દીધું છે. હજુ ગઈકાલે રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો સ્મૃતિ ઈરાની અને હાર્દિક પટેલ ઉમેદવારોને વિજયી બનાવવા માટે મેદાને ઉતર્યા હતા. હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંક્રમિત થતા તેના વિકલ્પરૂપે સ્મૃતિ ઇરાની રાજકોટ આવ્યા હતા. વિજય રૂપાણી ચૂંટણી પ્રચારમાં કંઈ રીતે પાછળ રહી જાય. માટે ‘CM એ જ કોમન મેન’ના સ્લોગન સાથે વિજય રૂપાણીના પોસ્ટર ભાજપ દ્વારા રાજકોટની શેરી-ગલીમાં લગાવવામાં આવ્યા છે.

પરોક્ષ રીતે મુખ્યમંત્રીની હાજરી બતાવવા પોસ્ટર લગાવ્યા
મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ કોરોના સંક્રમિત છે જેના કારણે તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર નહીં કરી શકે. તો બીજી તરફ વિજય રૂપાણીના હોમટાઉન એવા રાજકોટમાં ચૂંટણી યોજાઈ રહી છે કે જેના પ્રચાર-પ્રસાર સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રત્યક્ષ રીતે હાજર નથી. તેમ છતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પરોક્ષ રીતે વિજય રૂપાણીની હાજરી બતાવવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પરોક્ષ રીતે મુખ્યમંત્રીની હાજરી બતાવવા પોસ્ટર લગાવ્યા
પરોક્ષ રીતે મુખ્યમંત્રીની હાજરી બતાવવા પોસ્ટર લગાવ્યા

પ્રજા પ્રત્યે સંવેદનશીલતા દાખવતા વીડિયો રિલીઝ કરાયા
વિજય રૂપાણી કોરોના સંક્રમિત થયા બાદ ભારતીય જનતા પાર્ટીના IT સેલ દ્વારા મુખ્યમંત્રી પ્રજા પ્રત્યે સંવેદનશીલતા દાખવતા હોય તેવા અનેક વીડિયો રિલીઝ કરવામાં આવ્યા છે. જે વીડિયોમાં ગુજરાતનો દરેક નાગરિક કોરોના સંક્રમિત થયેલા વિજય રૂપાણીની સાથે છે તે પ્રકારનો સંદેશો આપવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર લગાવાયા
રાજકોટ શહેરમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોની સાથોસાથ વિજય રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમ કે AIIMSની ભેટ હોય કે પછી ઇન્ટરનેશનલ એરપોર્ટની ભેટ હોય કે પછી હોય 100 કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવી કોર્ટ, GIDCની ભેટમાં પણ વિજય રૂપાણીનો ચહેરો બતાવવામાં આવ્યો છે. આમ દરેક વિકાસ કાર્યોને મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાન સાથે જોડવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે.

પોસ્ટર ભાજપ દ્વારા રાજકોટની શેરી-ગલીમાં લગાવવામાં આવ્યા છે.
પોસ્ટર ભાજપ દ્વારા રાજકોટની શેરી-ગલીમાં લગાવવામાં આવ્યા છે.

ભાજપની 20 જેટલા સ્ટાર પ્રચારકોની યાદીમાં વિજય રૂપાણી મોખરે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના 20 જેટલા સ્ટાર પ્રચારકોની યાદી બનાવવામાં આવી હતી. ત્યારે સ્ટાર પ્રચારકોની યાદીમાં વિજય રૂપાણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ વિજય રૂપાણી કોરોના સંક્રમિત થતા તેઓ હાલ સારવાર લઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના સ્ટાર પ્રચારક વિજય રૂપાણીની પ્રત્યક્ષ હાજરી ન હોવા છતાં પરોક્ષ હાજરી બતાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો