તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વાઇરસ:રાજકોટમાં લોકડાઉનનું ડ્રોનથી સર્વેલન્સ, જાહેરનામાનો ભંગ કરનાર બે શખ્સો ઝડપાયા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડ્રોન મારફત દરેક સોસાયટી પર સર્વેલન્સ કરવામાં આવશે
  • ભક્તિનગર પોલીસ દ્વારા ઇન્ટરનલ ચેકપોસ્ટ બનાવવામાં આવી

રાજકોટ: રાજકોટમાં લોકડાઉનનો આજે છઠ્ઠો  ભક્તિનગર પોલીસ દ્વારા ડ્રોન દ્વારા સર્વેલન્સ હાથ ધર્યું છે. તેમજ સતત પોલીસનું પેટ્રોલીંગ થઇ રહ્યું છે. નિયમ ભંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ભક્તિનગર પોલીસ દ્વારા ઇન્ટરનલ ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. જેમાં જરૂરિયાત કામ એટલે કે એમ્બ્યુલન્સ, ડોક્ટર, સરકારી કર્મચારીઓના વાહનોની નોંધણી કરવામાં આવી રહી છે. સાથે વિસ્તારોમાંથી બહાર નીકળતા લોકોના નામ, નંબર અને સરનામાની નોંધણી કરવામાં આવી રહી છે. ભક્તિનગર પોલીસે ડ્રોન સર્વેલન્સમાં જાહેરનામાનો ભંગ કરનાર બે શખ્સોની ધરપકડ કરી છે.  સમીર આદમભાઇ જુણેજા અને અફજલ યાશીનભાઇ કાદરીનો સમાવેશ થાય છે. 

અન્ય સમાચારો પણ છે...