તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:રાજકોટના પોલીસમથક રેઢા પડ : લોકઅપમાં રહેલા આરોપીનો વીડિયો બનાવી ફરતો કર્યો

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભક્તિનગર બાદ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના લોકઅપનો વીડિયો વાઇરલ

શહેરના વધુ એક પોલીસમથકની લોકઅપનો વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થતા પોલીસ દોડતી થઇ છે. કિંગના લખાણ સાથે સોશિયલ મીડિયામાં વહેતા થયેલા વીડિયોમાં એક આરોપી લોકઅપમાં બેઠો હોવાનું દેખાય છે. સોશિયલ મીડિયામાં વહેતો થયેલો વીડિયો પોલીસ પાસે પહોંચતા આ વીડિયો શહેરના પ્રદ્યુમ્નનગર પોલીસમથકની લોકઅપનો હોવાનું જાણવા મળ્યું છે. પ્રદ્યુમ્નનગર પોલીસમથકના પીઆઇ એલ.એલ.ચાવડાએ વીડિયો તેમના પોલીસમથકની લોકઅપનો હોવાનું સમર્થન આપી જણાવ્યું કે, લોકઅપમાં બેઠેલો આરોપી ભગવતીપરા-13નો રાહીલ ઉર્ફે રાઇલો રહીમ સુધાગુણિયા છે.

રાહીલ તેના અન્ય પાંચ સાગરીત સાથે મળી આઠ દિવસ પહેલા રેલનગર વિસ્તારમાં યુવાનને માર મારી લૂંટ ચલાવી હતી. જે અંગેની ફરિયાદ બાદ લૂંટમાં સંડોવાયેલા છ પૈકી પાંચ આરોપીને ઝડપી લઇ લોકઅપ હવાલે કર્યા હતા. તે દરમિયાન આરોપીના કોઇ સાગરીતે પોલીસમથકમાં લોકઅપનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વહેતો કર્યો છે. હાલ જેલહવાલે રહેલા આરોપી રાહિલનો લોકઅપ સમયનો વીડિયો કોણે ઉતાર્યો છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

તપાસના અંતે વીડિયો ઉતારનાર, સોશિયલ મીડિયામાં વહેતો કરનાર અને આરોપી રાહીલ સામે ગુનો નોંધવામાં આવશે. શહેરમાં 18 દિવસ બાદ ફરી એક વખત પોલીસમથકની લોકઅપમાં રહેલા આરોપીનો વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થતા પોલીસની બેધારી નીતિ સામે સવાલો ઊભા થયા છે. મોબાઇલમાં શૂટિંગ ચાલુ રાખી રજૂઆત કરવા જતા લોકોને કાયદો સમજાવતી પોલીસ ગુનેગારો સામે વામણી પુરવાર સાબિત થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો