તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ સ્ટાફમાં વધારો થશે:ગૃહ રાજ્યમંત્રી દ્વારા રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચમાં 2 PI, ટ્રાફિક શાખામાં 97 અને VVIP બંદોબસ્તમાં પોલીસની નવી 313 જગ્યા માટે મંજૂરી અપાઈ

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ગુજરાત સરકારમાં રજુઆત કરી હતી (ફાઈલ તસવીર) - Divya Bhaskar
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ગુજરાત સરકારમાં રજુઆત કરી હતી (ફાઈલ તસવીર)
  • ટ્રાફિક શાખામાં 3 PSI, 12 ASI, 24 હેડ કોન્સ્ટેબલ અને 58 કોન્સ્ટેબલ ફાળવવામાં આવ્યા

રાજકોટ શહેરમાં પોલીસનો વધારાનો સ્ટાફ ફાળવવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને રજુઆત કરી હતી. આથી ગૃહ રાજ્યમંત્રી દ્વારા ક્રાઈમ બ્રાન્ચમાં બે PI અને ટ્રાફિક શાખામાં 97 જગ્યા મંજૂર કરવામાં આવી છે. જેમાં 3 PSI, 12 ASI, 24 હેડ કોન્સ્ટેબલ અને 58 કોન્સ્ટેબલ ફાળવવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાંચમાં આર્થિક ગુના નિવારણમાં એક PI અને એક PSIની જગ્યા ઉભી કરવામાં આવી છે. આ સિવાય VVIPના બંદોબસ્ત માટે નવી 313 જગ્યા ફાળવવામાં આવી છે.

વર્ષ-2020-21ના બજેટમાં ગુજરાત સરકારના બજેટમાં જગ્યા મંજૂર કરાઈ
રાજકોટ શહેરમાં પોલીસદળ વધારવા રાજ્યના DGP આશિષ ભાટીયા દ્વારા ગુજરાત સરકારને ભલામણ કરવામાં આવી હતી. જે અન્વયે ગુજરાત સરકાર દ્રારા હાલમાં બનતા ગુનાઓ, NDPS અને પ્રોહીબીશનના ગુનાઓ બનતા અટકાવવાની કામગીરી તથા VVIP બંદોબસ્તને પહોંચી વળવા પોલીસની નવી 313 જગ્યા ઉભી કરવામાં આવી છે. પોલીસની કામગીરી સુલભ બનાવવા નવી જગ્યાઓ વર્ષ-2020-21ના બજેટમાં ગુજરાત સરકાર દ્વારા રાજકોટ શહેર પોલીસદળમાં વિવિધ સંવર્ગની મંજૂર કરવામાં આવી છે.

ટ્રાફિક શાખામાં 97 અને VVIP બંદોબસ્તમાં 313 જગ્યા મંજૂર કરાઈ
રાજકોટ શહેરમાં ટ્રાફિકની હાલની પરિસ્થિતિને પંહોચી વળવા માટે કુલ 97 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. જેમાં બિન હથિયારધારી PSI 3, બિન હથિયારીધારી ASI 12, બિન હથિયારીધારી હેડ કોન્સ્ટેબલ 24 અને બિન હથિયારીધારી કોન્સ્ટેબલ 54નો સમાવેશ થાય છે. તેમજ રાજકોટ શહેર પોલીસ હેડ કવાર્ટર ખાતે કેદી જાપ્તા, VVIP સુરક્ષા માટે પુરતા પ્રમાણમાં પોલીસનુ પીઠબળ મળી રહે તે માટે કુલ 313 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. જેમાં હથિયારધારી પોલીસ ઇન્સ્પેક્ટર 2, હથિયારીધારી PSI 7, હથિયારધારી હેડ કોન્સ્ટેબલ 75, હથિયારધારી કોન્સ્ટેબલ 225, ડોગ હેન્ડલર કોન્સ્ટેબલ 4ની જગ્યા મંજૂર કરી છે. આઉટ સોર્સથી કુલ 30 ડ્રાઈવરની જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો