બોટાદમાં કેમિકલ યુક્ત દારૂ પીધા બાદ થયેલ લઠ્ઠાકાંડમાં 50 થી વધુ લોકોના મોત નીપજ્યા છે ત્યારે બોટાદનું રાજકોટમાં પુનરાવર્તન ન થાય તે માટે શહેર પોલીસ દ્વારા દેશી દારૂના અડ્ડાઓ ઉપર દરોડા કર્યા હતા. કુબલીયાપરા, સોલ્વન્ટ, પુનીતનગર, રૈયાધાર સહિતના વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે દેશી દારૂના જુદા જુદા 17 કેસ દાખલ કર્યા છે જેમાં દેશી દારૂનું વેચાણ કરતી 9 મહિલા અને 8 પુરુષની ધરપકડ કરવામાં આવી છે દેશી દારૂના 17 કેસોમાં 155 લીટર દેશી દારૂ કબજે કરી 200 લીટર આથાનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો છે.
દેશી દારૂ બનાવવા સડેલા ગોળનો જથ્થો ઝડપાયો
બોટાદમાં થયેલ કથિત લઠ્ઠાકાંડ બાદ રાજકોટ દિવ્યભાસ્કર ટીમ દ્વારા દેશી દારૂની ભઠ્ઠી પર કરેલ રેડ બાદ ઘોર નિંદ્રામાંથી જાગી પોલીસે કર્યવાહી શરૂ કરી છે. જે અંતર્ગત આજ રોજ દેશી દારૂ બનાવવા વપરાતા સડેલા ગોળનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે રાજકોટ શહેરના લાતી પ્લોટ શેરી-6 મા આવેલ ગોડાઉનમાથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમા લેવાતો રસી વાળો સડેલા ગોળનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાયયવાહી કરવામાાં આવેલ છે. જેમાં પોલીસે સડેલા ગોળનુ વેચાણ કરનાર નિલેશ શાતા નામના શખ્સની ધરપકડ કરી 2.32 લાખ કિંમતના સડેલા ગોળના 25 કિલોના કુલ 310 ડબ્બા તેમજ એક બોલેરો પીક અપ ગાડી કબ્જે કરી કુલ 5,32,500 નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
273 લીટર દેશી દારૂ સાથે એક શખસ ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં પ્રોહીબીશનની બદ્દી નેસ્ત-નાબુદ કરવા દરેક પોલીસ સ્ટેશનમાં દેશીદારૂ વેચાણના ગુન્હામાં અગાઉ પકડાયેલ આરોપીઓ બુટલેગરો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે દરેક પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવેલ, જેમાં છેલ્લા 24 કલાકના સમય દરમ્યાન શાપર વેરાવળ જી.આઈ.ડી.સી.ના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી કુલ 12 પ્રોહીબીશનના કેસો શોધી કાઢવામાં આવેલ તેમજ જીલ્લાના અન્ય પોલીસ સ્ટેશનોમાંથી કુલ 34, એમ કુલ મળી જીલ્લા કક્ષાએ કુલ 46 પ્રોહીબીશનના કેસો કરી કુલ 273 લીટર દેશી દારૂ તેમજ 1840 લીટર આથો ઝડપી પાડવામાં આવેલ તેમજ જીલ્લાના અન્ય 187 બુટલેગર્સને ચેક કરી નીલ રેઈડની કાર્યવાહી કરવામાં આવેલ છે.
દેશી તમંચા સાથે એક ઝડપાયો
રાજકોટ જિલ્લાના આટકોટ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે જંગવડ ગામની સીમમાં સાંજે સાડા સાતેક વાગ્યે MP-45-MM-0763 નંબરના બાઈક પર નિકળેલા લક્ષ્મણ ભીલને અટકાવી તપાસ કરતા તેની પાસેથી 10 હજારની કિંમતની દેશી બનાવટની પિસ્તોલ મળી આવતા તેની અટકાયત કરી આટકોટ પોલીસ મથકે ગુનો દાખલ કરી પુછપરછ હાથ ધરી હતી. લક્ષ્મણ મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના પાનગોલ ગામનો વતની હોવાનું અને અહીં જસદણના જંગવડ ગામની હડીયા સીમમાં અમરશી બાલુ નારોલાની વાડીમાં ખેતમજુરી કરતો હોવાનું જણાવ્યું હતું. પોલીસને જણાવ્યું હતું કે, તેમના જ વતનનો એક મિત્ર મધ્યપ્રદેશથી આવ્યો હોય, તે મિત્ર પોતાની સાથે આ હથિયાર લાવ્યો હતો અને 15-20 દિવસ પહેલા તે વતન ગયો હતો ત્યારે હથિયાર સાચવવા આપી ગયો હતો અને પરત આવી લઇ જશે તેમ કહીને વતન જતો રહ્યો હતો. હાલ પોલીસે લક્ષ્મણની ધરપકડ કરી હથિયાર આપી જનાર મિત્રની શોધખોળ હાથ ધરી છે.
મંદીથી કંટાળી યુવકે ફિનાઇલ પીધુ
રાજકોટ ગોંડલ હાઇવે પર શાપરના પારડી ગામે રહેતાં અને ટ્રકમાં ક્લીનર તરીકે કામ કરતાં યુવકે રાજકોટમાં સોરઠીયા વાડી સર્કલ પાસેના બગીચામાં ફિનાઇલ પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરી હતી. અકબરશાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે રાજકોટમાં ટ્રકમાં મજુરી કરવા આવે છે. કેટલાક દિવસોથી કામધંધામાં મંદી આવી હોઇ કંટાળી ગયાનું તેણે સ્વજનને જણાવ્યું હતું. હાલ પોલીસે નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
બિમારીથી કંટાળી નિવૃત તલાટીનો એસીડ પી આપઘાત
રાજકોટ શહેરના માધાપર ચોક નજીક આવેલ ગોલ્ડન પોર્ટીકો એપાર્ટમેન્ટમાં રહેતા મનસુખભાઈ ધનજીભાઇ અટારા (ઉ.વ.83) એ ગત તા. 24ના પોતાના ઘરે માનસીક બિમારીથી કંટાળી એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પીટલે ખસેડાયા હતા જ્યાં તેમનું ટુંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ હોસ્પિટલ દોડી ગયો હતો અને મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી અને આપઘાતના કારણ અંગે પરીવારની પુછપરછ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે આપઘાત કરનાર મનસુખભાઈ નિવૃત તલાટી હોવાનું અને લાંબા સમયથી માનસીક બિમારીથી પીડાતા હતા જેનાથી કંટાળીને પગલુ ભર્યું હોવાનું પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.