તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રાજકોટમાં રેલવેમાં નોકરીના નામે છેતરપિંડી કરતી ગેંગના કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા, લખનઉનાં બોગસ તાલીમ કેન્દ્ર પર પર રાજકોટ પોલીસના દરોડા

રાજકોટ2 મહિનો પહેલા
  • બોગસ વેબસાઈટ થકી ઉમેદવારોનો વિશ્વાસ સંપાદિત કરતા હતા

રાજકોટમાં 15 લાખમાં રેલવેમાં નોકરી અપાવવાના કૌભાંડનો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પદર્ફિાશ બાદ લખનઉમાં દરોડો પાડી પોલીસે બોગસ ટ્રેનિંગ સેન્ટર ઝડપી લીધુ હતું. રેલવેમાં નોકરીના નામે ચલાવવામાં આવી રહેલા આ આંતરરાજ્ય કૌભાંડના સૂત્રધાર લખનઉના શખસ તથા ગુજરાતના ત્રણ શખસો સહિત પોલીસે 6 શખ્સોની ધરપકડ કરી છે. આ આંતરરાજ્ય ગેંગના 6 આરોપીઓને આજરોજ પોલીસે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેની સામે કોર્ટ દ્વારા તમામ આરોપીઓને 10 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે કૌભાંડીઓએ ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, કણર્ટિક, પશ્ર્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ સહિતના નોકરી વાંચ્છુઓ સાથે છેતરપીંડી કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસના દરોડા દરમિયાન અહીં ટ્રેનિંગ સેન્ટરમાં 17 ઉમેદવારો તાલીમ લઇ રહ્યા હતાં.

બોગસ વેબસાઈટ થકી ઉમેદવારોનો વિશ્વાસ સંપાદિત કરતા હતા
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આ ગેંગ દ્વારા બેરોજગાર નોકરી ઇચ્છુક યુવાનોનો તેમજ તેઓના વાલીઓનો સંપર્ક કરી તેમને રેલવે રિક્રુટમેન્ટ કન્ટ્રોલ બોર્ડ નામની બોગસ વેબસાઈટ બતાવી વિશ્વાસ સંપાદિત કરી. તેઓને રેલ્વેમાં વર્ગ-2ની નોકરી અપાવી દેવાની તેમજ ગુજરાતમાં બદલી કરાવી આપવાનો પાકો વિશ્વાસ આપી બેરોજગાર યુવાનોને પાસેથી નોકરીના રૂ.15 લાખ તથા પીડીએફમાં ડોકયુમેન્ટ સબમીટ કરવાના રૂપિયા 26 હજાર મેળવી બોગસ ઓર્ડર, આઇ કાર્ડ સેલરી તથા પગારસ્લીપ આપી તેમજ લખનઉ ખાતે રેલ્વે કોલોનીમાં બોગસ ટ્રેનીંગ સેન્ટરમાં તાલીમ આપવામાં આવી હતી. તેમજ જે યુવાનને તાલીમ 45 દિવસ થાય તેઓના ખાતામાં રૂ.16,543/- પગાર RRB કોર્પોરેશનના નામના બેંક ખાતામાંથી પગાર આપી પે-સ્લીમ આપી બેરોજગાર યુવાનોનો તેમજ તેઓના વાલીઓનો વધુ વિશ્વાસ મેળવી વધારે નોકરી ઇચ્છુકો પાસેથી રૂપિયાઓ મળેવી તેઓને લખનઉ રેલવે કોલોની ખાતે ઉભુ કરવામા આવેલ બોગસ તાલીમ સેન્ટર ખાતે પ્લેનમા લઇ જઇ ત્યા ટ્રેનીંગ આપી આંતર રાજ્ય બોગસ નોકરી અપાવી મોટુ કોભાંડ આચરવામાં આવતું હતું.

લખનઉ ખાતેનું બોગસ ટ્રેનિંગ સેન્ટર
લખનઉ ખાતેનું બોગસ ટ્રેનિંગ સેન્ટર

કર્ણાટકના યુવકે માતાના ઘરેણાં વેચી ગઠિયાઓને પૈસા આપ્યા’’તા
રાજકોટ પોલીસ લખનઉમાં રેલવે કેમ્પસમાં ચાલતા ટ્રેનિંગ સેન્ટરમાં ખાબકી હતી, પોલીસે સેન્ટરમાં ટ્રેનિંગ લઇ રહેલા 42 યુવકને એકઠા કરી તેને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો, પોલીસની શરૂઆતની વાતમાં તો યુવકો એમ જ માનતા હતા કે પોલીસ ખોટું બોલી રહી છે પરંતુ જ્યારે પોલીસે તમામ પુરાવા રજૂ કર્યા ત્યારે યુવકો ભાંગી પડ્યા હતા, કર્ણાટકના એક યુવકે પોલીસને કહ્યું હતું કે, તેની આર્થિક હાલત ખરાબ છે, સરકારી નોકરી મળતી હતી એટલે માતાના દાગીના વેચીને પૈસા આપ્યા હતા, છેતરપિંડી થઇ હોવાની જાણ થતાં જ એ યુવકે ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યો હતો.

નકલી વેબસાઇટથી શરૂ કરી એકાઉન્ટ સુધી બધું જ નકલી
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, ગઠિયાઓએ રેલવે રિક્રૂટમેન્ટ નામે નકલી વેબસાઇટ ચાલુ કરી હતી, જેના આધારે નોકરીવાંછુકોને પોતાની તરફ આકર્ષિત કરી ફસાવતા હતા, યુવક જાળમાં આવ્યા બાદ તેની નકલી પરીક્ષા લેવામાં આવતી હતી, ત્યારબાદ નકલી એપોઇન્ટમેન્ટ લેટર આપતા, નકલી તબીબી પરીક્ષણ કરાવવામાં આવતું હતું, નકલી ટ્રેનિંગ અપાતી અને રેલવેના નામે પગાર કરવામાં આવતો હતો.

રેલવે રિક્રુટમેન્ટ કન્ટ્રોલ બોર્ડ નામની બોગસ વેબસાઈટ
રેલવે રિક્રુટમેન્ટ કન્ટ્રોલ બોર્ડ નામની બોગસ વેબસાઈટ

દેશભરમાંથી યુવકો પાસેથી કરોડો રૂપિયા ઉસેડી લેવાનો પ્લાન હતો
લખનઉનો હિમાંશુ ઉદય પાંડે કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હતો, હિમાંશુ પાંડેએ પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે, 45 દિવસથી નકલી તાલીમ કેન્દ્ર ચાલું કરી 42 યુવક પાસેથી પૈસા પડાવ્યા હતા, વધુ યુવકોને ફસાવી શકાય તે માટે તાલીમમાં જોડાયેલા યુવકોને પગાર ચૂકવતો હતો, ત્રણ મહિનામાં હજારોની સંખ્યામાં યુવકો પાસેથી કરોડો રૂપિયા પડાવી લઇ મોટી રકમ હાથવગી કરી રાતોરાત તાલીમ કેન્દ્ર બંધ કરી પલાયન થઇ જવાની પેરવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો