રાજકોટ શહેરમાં બે દિવસમાં ચીલઝડપની ત્રણ ઘટના બની છે, ત્રણેય ઘટના કેમેરામાં કેદ થઇ હતી જેને પગલે પોલીસે ચીલઝડપના આરોપીની દીલધધક રીતે ધરપકડ કરી હતી. જ્યાં ચીલઝડપના આરોપીએ નાસવા જતા ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર અશોક ડાંગર પર ચાકુથી હુમલો કર્યો હતો. આ મુઠભેડ દરમિયાનબનવા વધુ ઉગ્ર બને તે પહેલા ક્રાઇમ બ્રાન્ચની ટીમના પુષ્પરાજ સિંહ આરોપીને લાત મારી ભોંયભેગો કર્યો હતો. ત્યા સમગ્ર પોલીસનો કાફલો આવી જતા આરોપીની ધરપકડ કરી હતી. આ સમગ્ર ઘટનાનાં CCTV ફૂટેજ સામે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસ દરમિયાન આરોપીએ 12 ચીલઝડપની કબૂલાત કરી હતી.
વૃધ્ધો પર નજર રાખતો જોવા મળ્યો હતો
આ અંગે આજે DCP ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ક્રાઇમ બ્રાંચની ટીમ સવારે 05:30 વાગ્યાથી જાનકી પાર્કમાં મોર્નિંગ વોકના કપડા પહેરીને વોચ ગોઠવી હતી. એ દરમિયાન કોન્સ. અશોકભાઇ ડાંગરની નજર એક એકટીવા ચાલક પર પડીને વૃધ્ધો પર નજર રાખતો જોવા મળ્યો હતો.તેથી કોન્સ. ડાંગર એકટીવા ચાલક ડરી ગયો અને ભાગવા જતા સ્લીપ થઈને પડી ગયો હતો.
કોન્સ. ડાંગર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો
વધુમાં DCPએ જણાવ્યું હતું કે, આસપાસ પોલીસની ટુકડીને જોઈને આરોપીએ ચરી કાઢી કોન્સ. ડાંગર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે ફરી પોલ સાથે અથડાતા તેની છરી રસ્તા પર પડી ગઈ હતી. તે છરી ઉઠાવી હુમલો કરે તે પહેલા કોન્સ. પુષ્પરાજસિંહ જાડેજાએવા તેને પાટુ મારી તેને પછાડી દીધો હતો. તે સાથે જ બીજી ટીમે તેને ઘેરી લીધો હતો અને પકડી લીધો હતો.
દિલ્હીની ચિલઝડપનો વાઇરલ વિડીયો જોયો હતો
ક્રાઇમ બ્રાંચની તપાસમાં આરોપીએ પોતાનું નામ એઝાઝ ઉઠાર હોવાનું અને મુળ જામખંભાળીયાનો હોવાનું કબુલ્યું હતું. તેણે એવું રટણ કર્યુ હતું કે અગાઉ રિક્ષા હંકારતો હતો. વીસેક વર્ષથી રાજકોટમાં જ રહે છે. લોકડાઉનને કારણે બેકાર થઇ ગયો હતો. એક વાર તેણે ફોનમાં દિલ્હીની ચિલઝડપનો વાઇરલ વિડીયો જોયો હતો અને તેના પરથી પ્રેરણાલ ઈને ચિલઝડપ કરવાના રવાડે ચડ્યો હતો.
ગીરવે મુકેલા દાગીના પાછા છોડાવી લેતો હતો
ખંભાળીયામાં સોૈ પ્રથમ એક આવો ગુનો કર્યો હતો. તેમાંથી મળેલા રૂપિયામાંથી નવી રિક્ષા ખરીદ કરવી હતી. પરંતુ પૈસા એકઠા થતાં ન હોઇ તેમજ પૈસાની સતત ખેંચ રહેતી હોઇ સવારના સમયે વૃધ્ધા-વૃધ્ધોને ટારગેટ બનાવી ચિલઝડપ કરવા માંડ્યો હતો.ચિલઝડપ કરેલા ચેઇન તે સ્મોલ ફાયનાન્સ બેંકમાં ગિરવે મુકી તેના પર લોન લઇ લેતો હતો. એ પછી થોડા સમય બાદ ગીરવે મુકેલા દાગીના પાછા છોડાવી લેતો હતો. દાગીના ખરીદનાર પાસે જ દાગીના વેંચવાની તેની મોડેસ ઓપરેન્ડી છે.
રૂ.15 હજારનો રોકડ પુરષ્કાર આપી સન્માન કર્યુ હતું
ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી રૂ.75 હજાર, રૂ. 80 હજારનો અને રૂ.70 હજારના ત્રણ સોનાના ચેઇન, મેટલ બ્રાઉન કલરનું રૂ. 30 હજારનું એકટીવા, રૂ.40 હજારનું યો-બાઇક અને એક છરી કબ્જે કર્યા છે. પોલીસ કમિશનરે આરોપીને પકડનાર સમગ્ર ટીમને પ્રશસ્તિત્ર તેમજ રૂ.15 હજારનો રોકડ પુરષ્કાર આપી સન્માન કર્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.