રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આજે ફરી ઝુંબેશ ચલાવી પોલીસ કમિશનર ઓફિસ તેમજ પોલીસ કમિશનર ઓફિસની બહાર વાહનોમાં લખાયેલા અનઅધિકૃત લખાણો દૂર કરવામાં આવ્યા હતા સાથે જ મોટરકારમાં કાળા કાચ દૂર કરવા તેમજ HSRP નંબર પ્લેટ ન હોય તેવા વાહનચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યા છે.રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્રારા આજ રોજ ઝુંબેશ દરમિયાન 91 કેસ કરી રૂપિયા 38,600 દંડ વસલુ કરવામાં આવેલ તેમજ 5 વાહનો ડિટેઇન કરવામાં આવેલ અને 38 વાહનોમાથી લખાણો દુર કરવામાં આવેલ છે તથા 17 વાહનોને ટોઇંગ કરી ટોઇંગ સ્ટેશન ખાતે લઇ જવામાં આવેલ છે.
અનઅધિકૃત લખાણો દૂર કરવા ઝુંબેશ શરૂ
ગુજરાત રાજ્યમાં ખાનગી વાહનો પર લખવામાં આવેલ અનઅધિકૃત લખાણો દૂર કરવા વાહન વ્યવહાર વિભાગ દ્વારા પરીપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેને લઈ આજ રોજ રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પોલીસ કમિશનર કચેરી અંદર પાર્કિંગમાં પાર્ક કરાયેલ પોલીસના વાહનોમાંથી પોલીસ કે કોઇપણ ધર્મ આધારી જ્ઞાતિ જાતિ ઓળખ દર્શાવતા લખાણ લખેલ હોય તો તેને દૂર કરવામાં આવ્યા હતા. આ સાથે અન્ય ટ્રાફિકના જવાનો પોલીસ કમિશનર કચેરી બહાર વાહનચાલકોને અટકાવી તેમના વાહનો પરથી પોલીસ, પ્રેસ, એડવોકેટ, ડોક્ટર, ગવરમેન્ટ ઓફ ગુજરાત, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા અને જ્ઞાતિ આધારિત લખાણો દૂર કરવામાં આવ્યા હતા.
દંડ ફટકારવામાં આવ્યા
ઉલ્લેખનીય છે કે પોલીસે આજની આ સ્પેશિયલ ડ્રાઈવમાં HSRP વગરની નંબર પ્લેટ ધરાવતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા હતા અને સાથે મોટર કારમાં કાળ. કાચ હોય તો તે દૂર કરવા કામગીરી કરવામાં આવી હતી..
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.