વિરોધ:મકાનો પાડવાની નોટિસો રદ કરવા રજુઆત કરવા રાજકોટ મનપા કચેરી પહોંચેલા AAPના કાર્યકરો પર હળવો લાઠીચાર્જ, એક મહિલા બેભાન, 5થી વધુને ઇજા

રાજકોટ9 મહિનો પહેલા
પોલીસે લાઠીચાર્જ કરતા મહિલા બેભાન થઈ. - Divya Bhaskar
પોલીસે લાઠીચાર્જ કરતા મહિલા બેભાન થઈ.
  • પોલીસે આપના કાર્યકરોના કાંઠલા પકડી અટકાયત કરી હતી
  • આપના આગેવાનો એ-ડિવિઝન પોલીસને રજુઆત કરવા પહોંચ્યા

રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં મનપા દ્વારા લોકોને મકાન ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. આથી આજે સ્થાનિક લોકો આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે નોટિસ રદ કરવા માટે રજુઆત કરવા મનપા કચેરીએ આવ્યા હતા.

પરંતુ પોલીસ દ્વારા ગેટ બંધ કરી દેવામાં આવતા લોકો રસ્તા પર બેસી ગયા હતા. બાદમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થતા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. જેમાં એક મહિલા બેભાન થઈ ગઈ હતી અને આપના 5થી વધુ કાર્યકરોને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આપના કાર્યકરોના કાંઠલા પકડી અટકાયત કરાઈ.
આપના કાર્યકરોના કાંઠલા પકડી અટકાયત કરાઈ.

70 વર્ષથી રહેતા લોકોને મનપાએ ચાર દિવસમાં મકાન ખાલી કરવા નોટિસ પાઠવી
ભગવતીપરામાં 70 વર્ષથી રહેતા લોકોને મનપાએ ચાર દિવસમાં મકાન ખાલી કરવાની નોટિસ ફટકારી હતી. આ નોટિસ રદ કરવા મોટી સંખ્યામાં લોકો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો મનપા કચેરીએ એકત્ર થયા હતા. લોકો મનપા કમિશનરને રજુઆત કરવા પહોંચે તે પહેલા જ પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આ લોકો મનપા કમિશનરને નોટિસ રદ કરવા અથવા લોકોને વૈકલ્પિક જગ્યા આપવા રજુઆત કરવા આવ્યા હતા.

કોર્પોરેશન કચેરીમાં મહિલાઓ ઉમટી.
કોર્પોરેશન કચેરીમાં મહિલાઓ ઉમટી.

આપના આગેવાનો એ ડિવીઝન પોલીસને રજુઆત કરવા પહોંચ્યા
આમ આદમી પાર્ટી અને સ્થાનિક લોકો આવી કોઈ રજુઆત કરવા કમિશનર સુધી પહોંચે તે પહેલા દ્વારા લાઠીચાર્જ કરાયો હતો. તેમજ આપ કાર્યકરોનાં કાંઠલા પકડીને અટકાયત કરવામાં આવી હતી. જેને પગલે આપનાં આગેવાનો એ-ડિવિઝન પોલીસને રજુઆત કરવા પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આપના કાર્યકરોને પોલીસે ધક્કો માર્યો.
આપના કાર્યકરોને પોલીસે ધક્કો માર્યો.

ભગવતીપરાનાં નીચાણવાળા વિસ્તારનાં લોકોને નોટિસ અપાઇ છે
આમ આદમી પાર્ટી વોર્ડ નંબર-4નાં રાહુલ ભુવાએ જણાવ્યું હતું કે, ભગવતીપરાનાં નીચાણવાળા વિસ્તારનાં લોકોને નોટિસ આપવામાં આવી છે. જેમાં 70 વર્ષથી અહીં રહેતા લોકોને મકાન ખાલી કરવાનું જણાવાયું છે. હાલ કોરોના કાળને લઈને ધંધા તેમજ રોજગાર ઠપ્પ થઈ ગયા છે. ત્યારે અતિ સામાન્ય કહી શકાય તેવા આ લોકોને નોટિસ ફટકારવામાં આવતા તેઓની હાલત કફોડી બની ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...