તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊર્જામંત્રીનો દાવો:રાજકોટ પોલીસે એક કરોડનો દંડ વસૂલ્યો તે સરાહનીય નથી: જાડેજા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આત્મનિર્ભર એમ.એસ.એમ.ઇ. એકમોની લોન મંજૂરીમાં દેશમાં ગુજરાત રાજ્ય પ્રથમ હોવાનો ઊર્જામંત્રીનો દાવો

રાજકોટ શહેર પોલીસે કોઇ મોટા કારનામા કર્યા હોય તેમ જાહેર કર્યું હતું કે, રાજકોટમાં 10 દિવસમાં માસ્ક પહેર્યા વગર નીકળનાર લોકો પાસેથી એક કરોડ રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી હતી. આ ઘટના અંગે સ્વર્ણિમ ગુજરાત 50 મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઇ.કે. જાડેજાએ ઊર્જામંત્રીની હાજરીમાં કહ્યું કે, દંડ વસૂલ કર્યો તે સરાહનીય નથી. માસ્ક પહેરવું લોકોના સ્વાસ્થ્ય માટે જરૂરી છે પરંતુ આ પ્રકારની કાર્યવાહી અંગે થોડો વિચાર કરવો જોઇએ. ઊર્જામંત્રીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ગુજરાત હેઠળ એમ.એસ.એમ.ઇ. એકમોની લોન મંજૂરીમાં દેશમાં ગુજરાત પ્રથમ છે. 

ઊર્જામંત્રી સૌરભ પટેલ અને આઇ.કે. જાડેજાએ રાજકોટમાં પત્રકાર પરિષદ બોલાવી હતી. જેમાં રાજકોટ પોલીસે 10 દિવસમાં એક કરોડ રૂપિયાનો માસ્કનો દંડ વસૂલ કર્યો તે યોગ્ય છે તેવા પ્રશ્નના જવાબમાં જાડેજાએ કહ્યું કે, રાજકોટ પોલીસે જે દંડ વસૂલ કરવાનું કામ કર્યું છે તે સરાહનીય નથી. લોકોએ પોતાના આરોગ્યની ચિંતા કરી માસ્ક પહેરવું જોઇએ. સૌરભ પટેલે જણાવ્યું હતું કે, દેશમાં આત્મનિર્ભર હેઠળ લોન આપવામાં રાજ્ય પ્રથમ છે. કુલ 67609 એકમને રૂ.888607 લાખની લોન મંજૂર કરી છે. 16.45 લાખ એકમને રૂ.460 કરોડની વીજબિલમાં રાહત આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...