તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ ક્રાઈમ:રાજકોટમાં હત્યા, લૂંટ અને ધાડ સહિતના ગુનાને અંજામ આપનાર ભીસ્તીવાડના કુખ્યાત શખ્સ સહિત 11 સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો

રાજકોટ4 મહિનો પહેલા
પોલીસે આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી - Divya Bhaskar
પોલીસે આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી
  • આરોપીઓને આસરો આપનાર સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરાશે

રાજકોટમાં વધુ એક ગુજસીટોકનો ગુનો નોંધાયો છે. ભીસ્તીવાડમાં રહેતા કુખ્યાત ઈમરાન મેણુ અને તેના 11 સાગરિતો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે. આ ગેંગનો મુખ્ય લીડર એજાજ ખિયાણી હોવાનું સામે આવ્યું છે. જો કે મુખ્ય આરોપી એજાજ ખિયાણી પોલીસ પકડથી દૂર છે. આ ગેંગ સામે કુલ 76 ગુના નોંધાયા છે. હત્યા, હત્યાનો પ્રયાસ, ધાડ અને લૂંટ સહિતના ગુનામાં આ ગેંગના 6 આરોપીઓની ધરપકડ કરાઈ છે. આ સાથે જ આરોપીઓને આસરો આપનાર સામે પણ ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવશે.

ભીસ્તીવાડમાં રહેતા નામચીન ઇસમો ગેંગ બનાવી છેલ્લા દસ વર્ષથી સતત ગુના આચરતી હોય આ ગેંગના ત્રાસથી શહેરને મુક્ત કરાવવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આ ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા સૂચના આપતા પ્ર.નગર પોલીસ સ્ટેશનના પીઆઇ એલ.એલ.ચાવડા સહિતની ટીમે છેલ્લા બે મહિનાથી તમામ નામચીન ઇસમોની માહિતી એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું, તેમણે આચરેલા ગુનાઓની એફઆઇઆર અને હાલમાં આ ઇસમો શું કરી રહ્યા છે સહિતની વિગતો મેળવી હતી. ભીસ્તીવાડના હુડકો ક્વાર્ટરના એજાજ ઉર્ફે ટકો રીયાઝ ઇસ્માઇલ દલે અન્ય 10 ઇસમો સાથેની ગેંગ બનાવી. આ ગેંગે વર્ષ 2011 થી 2020 સુધીમાં 76 ગુના આચર્યાનું સ્પષ્ટ થયું હતું, એજાજ અને તેની ગેંગ સંગઠિત બની લોકોને ડરાવી કમાણી કરતા હતા, અંતે પ્ર.નગર પીઆઇ ચાવડાએ એજાજ અને તેની ગેંગના 10 ઇસમો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો.

ગુજસીટોક હેઠળ ગુનો નોંધવા અંગેની માહિતી આપતા ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, એજાજ અને તેની ગેંગ સામે અગાઉ તડીપાર અને પાસા સહિતની કાર્યવાહી પોલીસે કરી હોવા છતાં આ ગેંગની ગુનાખોરી નહીં અટકતા તેની સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને સરતાજ ઉર્ફે રાજન હમીદ ખીયાણી, માજીદ ઉર્ફે પપ્પુ સુલેમાન જુણાચ, ઇમરાન જાનમહમદ મેણુ અને મીરજાદ અકબર ઉર્ફે હકુભા ખીયાણીને પ્ર.નગર પોલીસે ઝડપી લીધા હતા, અન્ય બે આરોપી માજિદ રફીક ભાણુ અને મુસ્તુફા અકબર ઉર્ફે હકુભા ખીયાણીને ફોજદાર પર હુમલો કરવાના આરોપસર કુવાડવા પોલીસે ઝડપી લીધા છે, ચાર આરોપીઓ અન્ય ગુનામાં રાજકોટ જેલમા છે જ્યારે ગેંગનો સૂત્રધાર એજાજ ઉર્ફે ટકો રીયાઝ ઇસ્માઇલ દલ નાસી ગયો હોય તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

ગુનાખોરીથી કમાણી ઊભી કરનારની મિલકત ટાંચમાં લેવાશે
સંગઠિત મંડળી રચી લોકો પર રોફ જમાવી આજીવિકા રળનાર ગેંગના સાગરીતો પાસે કેટલી મિલકતો છે તેની યાદી તૈયાર કરાશે. ગુનાખોરીથી કમાણી કરી મિલકત ઊભી કરવામાં આવી હશે તો તે મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે.

ગેંગના બે સાગરીતે ગુરૂવારે PSI પર હુમલો કર્યો’તો, બંનેની ધરપકડ
ધમકી દેવાના ગુનામાં અગાઉ મુસ્તુફા અકબર ઉર્ફે હકુભા ખીયાણી અને માજીદ ભાણુ સામે પ્ર.નગરમાં ગુનો નોંધાયો હતો, માજીદ સામે પોલીસે કાર્યવાહી કરી હતી, મુસ્તુફાને આગોતરા મળી ગયા હતા પરંતુ પાંચ મહિનાથી પોલીસ સમક્ષ હાજર થયો ન હોતો, દરમિયાન મુસ્તુફા કુવાડવા રોડ પર બસમાંથી ઉતરવાનો છે તેવી હકીકત મળતા ગુરૂવારે પીએસઆઇ પટેલ સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસને જોઇ મુસ્તુફા અને માજીદે દોટ મુકી હતી અને પોલીસ નજીક પહોંચતા જ પીએસઆઇ પર હુમલો કર્યો હતો.

ગેંગના સભ્યો
એજાજ ઉર્ફે ટકો રીયાઝ ઇસ્માઇલ દલ, સરતાજ ઉર્ફે રાજન હમીદ ખીયાણી, માજીદ ઉર્ફે પપ્પુ સુલેમાન જુણાચ, ઇમરાન જાનમહમદ મેણું, મીરજાદ અકબર ઉર્ફે હકુભા ખીયાણી, માજીદ રફીક ભાણું, મુસ્તુફા અકબર ઉર્ફે હકુભા ખીયાણી, રીયાઝ ઇસ્માઇલ દલ, રીઝવાન ઇસ્માઇલ દલ, યાસીન ઉર્ફે ભુરો ઓસમાણ કયડા, શારરૂખ ઉર્ફે રાજા ઓસમાણ ઉર્ફે બાબુ જુણાચ

​​​​​​​આરોપીઓએ અત્યાર સુધીમાં 76 ગુનાને અંજામ આપ્યો
આરોપી એજાજ ખીયાણી અને તેની ટોળકી દ્વારા 2011થી 2020 સુધી કુલ 76 ગુના આચરવામાં આવ્યાં છે. હાલમાં પોલીસે ઇમરાન મેણું સહિત 6 આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મુખ્ય આરોપી એજાજ ખીયાણી સહિત 5 આરોપીઓ ફરાર છે જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસે 6 આરોપીની ધરપરડ કરી કાર્યવાહી હાથ ધરી
પોલીસના જણાવ્યા મુજબ એજાજ ખીયાણી હાલ ફરાર છે. ગઇકાલે આરોપી મુસ્તફા અને માજીદ દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં PSI કે.ડી.પટેલને માથાના ભાગે ઇજા પહોંચી હતી. જે બાદ પોલીસે સમગ્ર ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીઓ દ્વારા નાના માણસોને દબાવી ધાક ધમકી આપી ઓર્ગેનાઇઝ ક્રાઈમ કરતા હોવાનું સામે આવ્યું છે. જેમાં મુખ્ય આરોપી એજાજ ખીયાણી સામે 12, રાજન ખીયાણી સામે 10, ઇમરાન મેણું સામે 9, મુસ્તફા ખીયાણી સામે 5 અને યાસીન ઉર્ફે ભૂરો સામે 7 ગુના નોંધાઈ ચૂક્યાં છે. આ ઉપરાંત અન્ય તમામ આરોપીઓ સામે 3થી વધુ ગુના નોંધાઈ ચૂક્યાં છે.હાલ તો પોલીસે આ મામલે ઇમરાન મેણું સહિત 6 આરોપીઓની ધરપકડ કરી અને પકડાયેલ શખ્સોના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો