તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ CPની પ્રેસ કોન્ફરન્સ:થર્ટી ફર્સ્ટ નિયમમાં રહી ઉજવવા અપીલ, નવા વર્ષે પ્યાસીઓ સુધી દારૂ પહોંચે તે પહેલા જ 11 હજાર બોટલ ઝડપાઈ, પશુ આહારના નામે દારૂ ભરેલું કન્ટેનર ઘુસાડાયું

રાજકોટ4 મહિનો પહેલા
રાજકોટ પોલીસે દારૂ ભરેલું કન્ટેનર ઝડપ્યું. - Divya Bhaskar
રાજકોટ પોલીસે દારૂ ભરેલું કન્ટેનર ઝડપ્યું.
  • આગામી દિવસોમાં રેલવે અને બસ સ્ટેન્ડ જેવા સ્થળોએ પણ નિયમિત પોલીસ તૈનાત રહેશે
  • ઇ-મેમોથી દંડ કરી જાહેરનામા ભંગની કડક કાર્યવાહી વધુ સઘન બનાવાઈ

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આજે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીએ 41 લાખ 53 હજારનો દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. જેમાં 11 હજારથી વધુ વિવિધ બ્રાન્ડની બોટલ ઝડપી પાડવામાં આવી છે. આ સિવાય થર્ટી ફર્સ્ટનો તહેવાર નજીક હોવાથી તેમાં પણ નિયમ મુજબ ઉજવણી કરવાની તાકીદ કરવામાં આવી છે. પશુ આહારની ખોટુ બિલ બનાવી પશુ આહારને બદલે ભારતીય બનાવટનો દારૂનો જથ્થો ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરી હેરાફેરી કરવામાં આવતો હતો.

છેલ્લા એક માસમાં રાજકોટમાં દોઢ કરોડથી વધુ કિંમતનો દારૂ ઝડપાયો
31 ડિસેમ્બર પહેલા રાજકોટમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. ત્યારે દારૂબંધીની કડક અમલવારી કરાવવા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા ક્રાઇમ બ્રાન્ચ , SOG ઉપરાંત તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત છેલ્લા એક મહિનાથી રાજકોટ શહેર પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ દોઢ કરોડથી વધુ કિંમતનો વિદેશી દારુનો જથ્થો ઝડપાયો છે.

પશુ આહારના નામે દારૂ ભેરલું કન્ટેનર રાજકોટ સુધી પહોંચી ગયું
પશુ આહારના નામે દારૂ ભેરલું કન્ટેનર રાજકોટ સુધી પહોંચી ગયું

24 કલાકમાં 41.53 લાખનો દારૂ ઝડપાયો
આ સાથે જ છેલ્લા 24 કલાકમાં ક્રાઇમ બ્રાન્ચ અને SOG પોલીસે દારુના 2 કન્ટેનર ઝડપી પાડી કુલ 41 લાખ 53 હજારની કિંમતની 11052 વિદેશી દારુ બોટલ ઝડપી પાડી સગીર વયના બાળક તેમજ દુદારામ જાટ નામના ડ્રાઇવરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ક્રાઇમ બ્રાન્ચે ગુંદાળા ગામેથી પકડી પાડેલી 480 પેટી વિદેશી દારૂનો જથ્થો વિનય ઉર્ફે વિનો ગોરીયાએ મંગાવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

24 કલાકમાં 41 લાખનો દારૂ ઝડપાયો
24 કલાકમાં 41 લાખનો દારૂ ઝડપાયો

થર્ટી ફર્સ્ટની ઉજવણી ઘરે કરવા પોલીસ કમિશનરનો અનુરોધ
31 ડિસેમ્બરની ઉજવણી ઘરે રહીને કરવા રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અનુરોધ કર્યો છે. પાંચ દિવસ બાદ 31 ડિસેમ્બર છે ત્યારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેર સ્થળોએ પાર્ટી પ્લોટમાં કે ફાર્મ હાઉસમાં લોકોને એકઠા થવા પર પ્રતિબંધ મૂક્યો છે. પોલીસ કમિશનરે લોકડાઉનનો ચુસ્ત અમલ કરવા અને બિનજરૂરી લોકોને એકઠા ન થવા અપીલ કરી છે, વધુમાં તેમણે કહ્યું હતું કે આજથી 1 જાન્યુઆરી સુધી શહેરમાં પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવશે અને જો કોઇ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કડક કાર્યવાહી થશે તેવો દાવો કર્યો હતો.

10થી વધુ ઇ-મેમો આવશે તેની સામે કાર્યવાહી થશે
રાજકોટમાં માસ્ક નહીં પહેરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. ઇ-મેમોના માધ્યમથી માસ્ક નહીં પહેરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. 10થી વધુ ઇ-મેમો આવશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આવા વાહનચાલકોને પકડીને તેમજ શોધીને દંડ ભરાવવામાં આવશે અને કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો