જાહેરનામું:દિવાળીની રાતે 8થી 10 અને બેસતા વર્ષે 35 મિનીટ સુધી ફટાકડાં ફોડી શકાશે, ફટાકડાંના 400 વેપારીને મંજૂરી અપાઈઃ રાજકોટ CP

રાજકોટએક વર્ષ પહેલા
રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે દિવાળીના તહેવારોને લી જાહેરનામું બહાર પાડ્યું - Divya Bhaskar
રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે દિવાળીના તહેવારોને લી જાહેરનામું બહાર પાડ્યું
  • ફટાકડાંની ખરીદી કરતી વખતે લોકો સોશિયલ ડિસ્ટન્સ રાખે અને માસ્ક પહેરે તેવી અપીલ

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે દિવાળી તહેવારને ધ્યાનમાં રાખી કોરોના અંગે લોકોને સાવચેતી રાખવા અરીલ કરી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, અમારા દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો સંપૂર્ણપણે અમલ કરશો. રાજ્ય સરકારની ગાઈડલાઈન પ્રમાણે રાજકોટવાસીઓને દિવાળીની રાતે 8થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની મંજૂરી છે. બેસતા વર્ષના દિવસે રાતે 11.55થી 12.30 વાગ્યા સુધી ફટાકડાં ફોડવાની મંજૂરી આપી છે. ફટાકડાના વેચાણ માટે અત્યાર સુધીમાં 400 લોકોને મંજૂરી આપી છે.

ફટાકડાંની ખરીદી વખતે લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે
મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, ફટાકડાંની ખરીદી કરતી વખતે લોકો સોશિયલ ડિસ્ટન્સ રાખે અને માસ્ક પહેરે તેવી મારી અપીલ છે. મહેરબાની કરીને ટોળે ના વળશો અને અલગ અલગ સમયે ખરીદી કરવા જશો તેવી મારી અપેક્ષા છે. રાજકોટ શહેરમાં ગ્રીન ફટાકડાં જ ફોડી શકાશે. જાહેર રસ્તા પર ફટાકડાં ફોડવાની મનાઈ છે. તેમજ હોસ્પિટલ, પેટ્રોલ પંપ, કોર્ટ કચેરીના 100 મીટર વિસ્તારમાં ફટાકડા ફોડી શકાશે નહીં. રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારોમાં 3 હજાર જેટલા પોલીસ જવાનો સતત પેટ્રોલિંગમાં રહી ફરજ બજાવશે.

જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે
ઈ-કોમર્સ વેબસાઈટ પર ઓનલાઈન ફટાકડાના વેચાણનો ઓર્ડર લઈ શકાશે નહી. વિદેશી ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એક્સપ્લોઝીવ રૂલ્સ 2008ના નિયમ મુજબનું રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા લાયસન્સધારકો જ ફટાકડાનું વેચાણ કરી શકશે. દિવાળી અને નૂતન વર્ષના તહેવાર દરમિયામ બહાર પાડવામાં આવેલું જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.