તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુરિયરની આડમાં દારૂની હેરાફેરી:રાજકોટમાં સેફ એક્સપ્રેસ કુરિયરના ગોડાઉનમાંથી 1.21 લાખનો દારૂ ઝડપાયો, અમદાવાદના ચાંગોદરમાં 2.50 લાખનો દારૂ કંપનીના માણસોએ નાશ કર્યો

રાજકોટ10 મહિનો પહેલા
રાજકોટ SOGએ સેફ એક્સપ્રેસ કુરિયરના ગોડાઉનમાં દરોડા પાડતા દારૂનો જથ્થો મળ્યો - Divya Bhaskar
રાજકોટ SOGએ સેફ એક્સપ્રેસ કુરિયરના ગોડાઉનમાં દરોડા પાડતા દારૂનો જથ્થો મળ્યો
  • પોલીસે કંપનીના ત્રણ મેનેજર અને ટ્રકચાલકની ધરપકડ કરી, 16 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

કુરિયરના નામે દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. રાજકોટ પોલીસે સેફ એક્સપ્રેસ કુરિયર કંપનીના ગોડાઉનમાંથી 1.21 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજકોટના કુવાડવા રોડ પર IOC પ્લાન્ટ સામે આવેલી સેફ એક્સપ્રેસ કુરિયર કંપનીના ગોડાઉનમાં SOGએ દરોડા પાડ્યા હતા. ત્યારે કુરિયારના ટ્રકમાં 1,21,200 રૂપિયાની240 બોટલ દારૂની મળી આવી હતી. પોલીસે કંપનીના ત્રણ મેનેજર અને રાજસ્થાની ટ્રક ચાલકની ધરપકડ કરી છે. બીજી તરફ અમદાવાદ સ્થિત ચાંગોદરમાં 2.50 લાખના દારૂના જથ્થોનો કંપનીના માણસોએ નાશ કર્યાનું જાણવા મળ્યું છે.

પોલીસે કંપનીના ત્રણ મેનેજર અને ટ્રક ચાલકની ધરપકડ કરી
રાજકોટની સેફ એક્સપ્રેસ કુરિયર કંપનીના ગોડાઉનમાં આવેલા ટ્રક નં. GJ-18-BT-0588માં દારૂનો જથ્થો આવ્યો હતો. ગોડાઉનમાં ઉતારવામાં આવી રહ્યો છે તેવી બાતમી SOGને મળતા પોલીસ કાફલો દોડી ગયો હતો. દરોડા દરમિયાન કુરિયર કંપનીના ટ્રકમાંથી અલગ-અલગ બ્રાન્ડની દારૂની રૂ. 1,21,200ની 240 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો અને 15 લાખના ટ્રક સહિત 16,31,700નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ગોડાઉનમાં હાજર ત્રણ મેનેજર પ્રવિણ શિવચરણ ભાવસાર, શૈલેન્દ્રસિંહ વીકેસિંહ રાણા, અજીત રામકેર યાદવ અને ટ્રક ચાલક રામારામ મંગારામની ધરપકડ કરી હતી.

ચાંગોદરમાં અઢી લાખના દારૂના જથ્થાનો કંપનીના માણસોએ નાશ કર્યો
રાજકોટ SOGએ સેફ કુરિયરમાંથી દારૂ પકડાતા તપાસ કરતી હતી ત્યાં જાણવા મળ્યું હતું કે આ જ કુરિયર કંપનીના ચાંગોદર (અમદાવાદ) બ્રાંચના 7 કર્મચારીઓ સામે ત્યાંની પોલીસે પ્રોહિબીશન એક્ટ, કાવત્રુ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. અલગ અલગ રાજ્યોમાંથી આવતાં સેફ એક્સપ્રેસ કુરિયરના પાર્સલો પહેલા અમદાવાદ ચાંગોદર ખાતેની બ્રાંચમાં ઉતારાય છે. ત્યાંથી જે તે શહેર-જિલ્લામાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. હરિયાણાથી આવેલા પાર્સલોમાં દારૂનો જથ્થો હોવાની જાણ ચાંગોદરમાં પાર્સલ ઉતારતી વખતે ત્યાંના કર્મચારીઓને બોટલ ફુટવાને કારણે થતાં કર્મચારીઓએ તપાસ કરતાં અલગ-અલગ પાર્સલોમાંથી રૂ. 2,44,000ની રેડલેબલ, જોની વોકર્સ, રોયલ ચેલેન્જર્સ, બ્લેન્ડર્સ પ્રાઇડ, જ્યોર્જ બેલેન્ટાઇન સહિતની બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી. આ દારૂનો જથ્થાનો કંપનીના માણસોએ નાશ કર્યો હતો.