તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Rajkot Police Announcement Permission Will Not Be Required For Marriage During The Day, Marriage Will Not Be Allowed After 9 Pm

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

DB ઇમ્પેક્ટ:રાજકોટ પોલીસની જાહેરાત - દિવસે લગ્ન માટે પરમિશનની જરૂર પડશે નહીં, રાતે 9 પછી લગ્નની મંજૂરી આપવામાં આવશે નહીં

રાજકોટ2 મહિનો પહેલા
સંતાનોનાં લગ્નની મંજૂરી માટે પિતાને પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા હતા - Divya Bhaskar
સંતાનોનાં લગ્નની મંજૂરી માટે પિતાને પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા હતા

કોરોનાની મહામારી વચ્ચે લગ્નની સિઝન છે ત્યારે લગ્નનું આયોજન કરવા માટે પોલીસની મંજૂરી લેવી ફરજિયાત હતી. તેને લઇને રાજકોટ પોલીસે મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી દિવસે યોજાતા લગ્ન માટે હવે પોલીસની મંજૂરી નહીં લેવી પડે. રાત્રિ દરમિયાન 9 વાગ્યા પછી એટલે કે કર્ફ્યૂમાં લગ્ન રાખી શકાશે નહીં. આ માટે પોલીસ મંજૂરી આપશે નહીં. તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં સંતાનોના લગ્નની મંજૂરીના ફોર્મ લઈ પોલીસ સ્ટેશન બહાર મા-બાપની લાંબી લાઇનો

લોકોની લાઇનો જોઈને પોલીસ જાગી
આ ઉપરાંત લગ્નમાં સામેલ તમામ લોકોએ રાતે 9 વાગ્યા પહેલા ઘરે પહોંચવું પડશે. આ મામલે પોલીસ કેટરર્સ અને રસોઈયાની પણ પૂછપરછ કરી શકશે. ઉલ્લેખનીય છે કે, દિવસભર લગ્નોના આયોજનની પરમિશન માટે લોકોની લાંબી લાઇનો લાગી હતી. તેને જોઈને પોલીસ જાગી છે અને દિવસે લગ્ન માટે પરમિશન નહીં લેવી પડે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટમાં 600 લગ્ન, 100 લગ્નને મંજૂરી અપાઈ
રાજકોટમાં કુલ 600 જેટલાં લગ્ન છે, જેમાં 100થી વધુ પરિવારને લગ્ન કરવા પોલીસે મંજૂરી આપવામાં આવી છે. શહેરનાં અમુક પોલીસ સ્ટેશનમાં પિતા દીકરી-દીકરાના લગ્નની મંજૂરી માટે લાઈનમાં ઊભા છે. રાજકોટસ્થિત કુવાડવા પોલીસ સ્ટેશને 15થી વધુ લોકો લાઈનમાં ઊભા રહ્યાનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. શહેરના માલવિયા પોલીસ સ્ટેશને પણ આવી જ સ્થિતિ જોવા મળી અને લોકો લાઈનમાં ઊભા રહી પરમિશન લેવા આવ્યા હતા. રાજકીય રેલી અને મેળાવડા હોય ત્યારે કોઈ જાતની પરમિશન લેવામાં આવતી નથી અને જરૂર કરતાં પણ વધારે લોકો એકઠા થાય છે. રાજકીય કાર્યક્રમો માટે કોઈ મંજૂરી કે કાર્યવાહીની વાત આવતી નથી તો શું આ લોકોને કોરોના નડતો નથી તેવી ચર્ચા સાથે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

50 માણસની મંજૂરી મળી, હવે ઘરમેળે દીકરીના લગ્ન કરીશુંઃ પિતા
કુવાડવા પોલીસ સ્ટેશને મંજૂરી લેવા આવેલા દીકરીના પિતા હકાભાઈ સોમાભાઈએ જણાવ્યું હતું કે પહેલાં 200 માણસની મંજૂરી હોવાથી મારી દીકરીના લગ્નમાં સગાં-સંબંધીઓને લગ્નમાં આવવા આમંત્રણ આપ્યું હતું, પરંતુ હવે સરકારે નિર્ણય ફેરવી નાખતાં પોલીસ સ્ટેશનની મંજૂરી લીધા વગર પ્રસંગ થાય તેમ નથી. હાલ 50 માણસની પરમિશન કઢાવી છે. પહેલાં તો બહુ જ ખુશી હતી અને હવે તો ટૂંકમાં પ્રસંગ પતાવવાનો રહેશે. મારા ઘરે દીકરીના લગ્ન છે એટલે મને વધારે ખુશી હતી, પરંતુ હવે આમાં શું કરી શકીએ. હવે ઘરમેળે લગ્ન કરીશું, બીજું તો કંઇ થઈ શકે તેમ નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser