તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રાજકોટ:50 વર્ષમાં પ્રથમવાર સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો અને 100થી વધુ ખાનગી મેળા નહીં યોજાયઃ સુત્રો

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો જન્માષ્ટમીના તહેવારમાં યોજાઇ છે (ફાઇલ તસવીર)
  • દર વર્ષે રેસકોર્સ મેદાનમાં યોજાતો લોકમેળામાં અંદાજે 10 લાખ લોકો મેળાનો આનંદ લે છે

જન્માષ્ટમીના તહેવારોમાં સૌથી મોટો લોકમેળો રાજકોટમાં યોજાય છે. પરંતુ આ વર્ષે કોરોનાને કહેરને લઇને આ મેળો રદ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. તેમજ રાજકોટમાં યોજાતા 100થી વધુ ખાનગી મેળા પણ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે ગુજરાત સરકાર સત્તાવાર જાહેરાત કરશે. ગુજરાત સરકાર ઓફિશિયલી ગમે ત્યારે આ અંગે જાહેરાત કરી શકે છે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. રાજકોટના ઇતિહાસમાં પ્રથમવાર 50 વર્ષ બાદ લોકમેળો રદ કરવામાં આવી રહ્યો છે. દર વર્ષે રેસકોર્સ મેદાનમાં યોજાતો લોકમેળામાં અંદાજે 10 લાખ લોકો મેળાનો આનંદ લે છે.    

સરકાર રાજકોટ કલેક્ટરને લેખિત જાણ કરી દેશે
ગાંધીનગર સ્થિત સરકારી સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજકોટ કલેકટર  દ્વારા આગામી જન્માષ્ટમીનો મેળો યોજવો કે નહીં તે અંગે સરકાર પાસે માર્ગદર્શન માંગવામાં આવ્યું છે. આથી આગામી અઠવાડીયામાં રાજકોટ કલેક્ટરને પણ ઓગસ્ટમાં યોજાનાર લોકમેળો રદ કરવા અંગેની લેખિત જાણ કરી દેવામાં આવનાર છે. રાજકોટમાં દર વર્ષે યોજાતો જન્માષ્ટમીનો લોકમેળો ચાલુ વર્ષે કોરોનાની મહામારીના કારણે રદ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આ અંગે આગામી અઠવાડિયામાં રાજકોટ કલેક્ટરને સત્તાવાર રીતે જાણ કરી દેવામાં આવનાર હોવાનું જણાવ્યું છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો