તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જળસંકટ દૂર, ડેમો છલોછલ:રાજકોટમાં આજીને ઓવરફ્લો થવામાં 1.20 ફૂટ છેટુ, ભાદર-1 ડેમ 31 ફૂટની સપાટી વટાવી

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
આજી ડેમ થોડા દિવસોમાં ઓવરફ્લો થાય તેવી શક્યતા. - Divya Bhaskar
આજી ડેમ થોડા દિવસોમાં ઓવરફ્લો થાય તેવી શક્યતા.
  • આજીડેમ-1 ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદને કારણે જળાશયો છલોછલ થતા જળસંકટ દૂર થયું છે. આજી ડેમમાં છેલ્લા 24 કલાકમાં 0.35 ફૂટ પાણી આવતા સપાટી 27.80 ફૂટે પહોંચી છે. આ ડેમની કુલ સપાટી 29 ફૂટ છે. આથી રાજકોટવાસીઓની જીવાદોરી સમાન આજી-1 ડેમને ઓવરફ્લો થવામાં 1.20 ફૂટ છેટુ છે. જ્યારે સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ડેમ ભાદર-1 ડેમે 31 ફૂટની સપાટી વટાવી દીધી છે.

ભાદર ડેમમાં 31.05 ફૂટ ભરાયો
જેતપુરમાં આવેલો ભાદર-1 ડેમ 31.05 ફૂટ ભરાયો છે. આ ડેમની કુલ સપાટી 34 ફૂટ છે. જ્યારે ન્યારી 1 ડેમ ઓવરફ્લો થયો છે. ઉલ્લખનીય છે કે રાજકોટમાં એક જ દિવસમાં 13 ઇંચ, લોધિકામાં 21 ઇંચ, ગોંડલમાં 11 ઇંચ વરસાદ નોંધાયો હતો. આથી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ભારે વરસાદને કારણે રાજકોટ જિલ્લાના જળાશયો છલોછલ થયા છે. જસદણ અને વીંછિયાને બાદ કરતા તમામ તાલુકામાં ભારે વરસાદ પડ્યો હતો.

ભાદર ડેમ 22 લાખ લોકોને પીવાનું પાણી પુરૂ પાડશે
રાજકોટ જિલ્લાના લગભગ નાના-મોટા ડેમો પાણીથી ભરાય ગયા છે. ત્યારે સૌરાષ્ટ્રનો સૌથી મોટો બીજા નંબરનો ભાદરડેમ-1 પણ ઉપરવાસમાં સારા વરસાદને લઈને 31 ફૂટ સપાટી વટાવી છે. આ ડેમ રાજકોટ, જેતપુર, વીરપુર, ખોડલધામ તેમજ અમરનગર જૂથ યોજનાની 22 લાખ જેટલી પ્રજાને પીવાનું પાણી પૂરું પાડે છે. તેમજ 78 કિમી લાંબી કેનાલ દ્વારા 46 ગામોના 36848 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પણ પૂરું પાડે છે.