તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:રાજકોટ NSUIના કાર્યકરો PPE કીટ પહેરી સૌ. યુનિ. પહોંચ્યા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હાય હાયના નારા લગાવ્યા, 10 ડિસેમ્બરથી શરૂ થતી પરીક્ષાઓ મોકૂફ રાખવા માગ

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
PPE કીટ પહેરી NSUIએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હાય હાયના નારા લગાવ્યા - Divya Bhaskar
PPE કીટ પહેરી NSUIએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હાય હાયના નારા લગાવ્યા
  • 10 તારીખથી શરૂ થનાર પીજીની પરીક્ષા સોશિયલ ડિસ્ટન્સ સાથે લેવાશે અને 15 હજારથી વધુ વિદ્યાર્થીને વીમા કવચ પુરું પાડવામાં આવશેઃ યુનિવર્સિટીનો નિર્ણય

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 10 ડિસેમ્બરથી વિવિધ શાખાની પરીક્ષાઓ શરૂ થનાર છે. ત્યારે હાલ કોરાના સંક્રમણ વધતું હોવાથી આ પરીક્ષાઓ મોકૂફ રાખવા માટે રાજકોટ NSUIના કાર્યકરો PPE કીટ પહેરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પહોંચ્યા હતા. PPE કીટ પહેરી કોરોના અંગે ભય વ્યક્ત કર્યો હતો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હાય હાયના નારા લગાવ્યા હતા. તેમજ પરીક્ષાઓ મોકૂફ રાખવા માગ કરી હતી. કોરોનાકાળમાં રાત્રિ કર્ફ્યૂ, લગ્ન પર નિયંત્રણ, રાજકીય કાર્યક્રમો બંધ છે છતાં પરીક્ષાઓ કેમ ચાલુ રાખવામાં આવી છે તેવો સવાલ કર્યો હતો. જીટીયુ અને ગુજરાત યુનિવર્સિટીએ પણ પરીક્ષાઓ મોકૂફ રાખી છે. NSUIની રજૂઆત બાદ યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે કે, 10 તારીખથી શરૂ થનાર પીજીની પરીક્ષા સોશિયલ ડિસ્ટન્સ સાથે લેવામાં આવશે. 15હજારથી વધુ વિદ્યાર્થીઓને વીમા કવચ પૂરું પાડવામાં આવશે.

રાજકોટમાં રોજ 100થી વધુ કોરાનાના કેસ અને પાંચથી વધુ લોકોના મૃત્યુ થાય છે
NSUI રાજકોટ જિલ્લાના પ્રમુખ રોહિતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, કોરાનાના કાળ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 10 ડિસેમ્બરથી અલગ અલગ વિભાગોની પરીક્ષાઓ શરૂ થનાર છે. પંરતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમા લેતા વાર-તહેવારોની રજાઓ બાદ કોરાનાનુ સંક્રમણ વધતા ચાર મહાનગરોમા રાત્રિ કર્ફ્યૂ લાદવામા પણ આવ્યુ છે. તેમજ તમામ સામાજિક, રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો પણ નહીં યોજવા સરકારે જાહેરનામું બહાર પાડ્યુ છે. રાજકોટની વાત કરવામા આવે તો દરરોજ 100થી વધુ કોરાનાના કેસ અને પાંચથી વધુ લોકોના મૃત્યુ થવાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે યુનિ. દ્વારા પરીક્ષાઓ યોજવાનો નિર્ણય ક્યાંક વિદ્યાર્થીઓ અને પરીક્ષકોના સ્વાસ્થ્ય પર જોખમરૂપ સાબિત થઈ શકે છે.

10 ડિસેમ્બરથી યોજાનાર પરીક્ષાઓ મોકૂફ રાખવા NSUIએ માગ કરી
10 ડિસેમ્બરથી યોજાનાર પરીક્ષાઓ મોકૂફ રાખવા NSUIએ માગ કરી

ગુજરાત યુનિવર્સિટી અને GTU જેવી યુનિવર્સિટીઓએ પણ તા.10થી શરૂ થનારી પરીક્ષાઓ મોફૂક રાખી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છેલ્લા સેમેસ્ટરની પરીક્ષાઓ કોરાનાના કાળ વચ્ચે ખૂબ સારી સાવચેતીઓ સાથે લેવામા સફળ પુરવાર થયા હતા. પંરતુ ત્યારે 10,000 જેટલા જ વિદ્યાર્થીઓ પરીક્ષાના ઉમેદવાર હતા. હાલ આ સેમેસ્ટરની પરીક્ષાઓમા 50,000થી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપનાર છે જે બાબત પણ યુનિ. એ ધ્યાનમા લેવી જોઈએ. ગુજરાત યુનિવર્સિટી અને GTU જેવી યુનિવર્સિટીઓએ પણ તા.10થી શરૂ થનારી પરીક્ષાઓ મોફૂક રાખી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શા માટે આવી પરિસ્થિતિમા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર જોખમ લઈ રહી છે તેવી વિદ્યાર્થીજગતમા સવાલ થઈ રહ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PPE કીટ પહેરી NSUIએ કોરોનાનો ભય વ્યક્ત કર્યો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PPE કીટ પહેરી NSUIએ કોરોનાનો ભય વ્યક્ત કર્યો

પરીક્ષાઓ મોફૂક રાખવાનો નિર્ણય તત્કાલ કરવામા નહીં આવે તો NSUI ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન
એક તરફ સરકાર સામાન્ય માણસની અંતિમક્રિયા પણ 40થી વધુ લોકોની મંજૂરી નથી આપતું અને બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધિશો હજારોની સંખ્યામાં પરીક્ષા યોજવા જઈ રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં સ્વાસ્થ્યની બાબતે ચિંતાઓ સતાવી રહી છે. જો યુનિવર્સિટીના સત્તાધિશોએ તા.10થી પરીક્ષાઓ લેવા મન મક્કમ બનાવી લીધું હોય તો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય બાબતની જવાબદારી લેવી જોઈએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ હાલની પરિસ્થિતિની અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય ધ્યાનમા રાખી તા. 10થી શરૂ થતી પરીક્ષાઓ મોફૂક રાખવાનો નિર્ણય તત્કાલ કરવામા નહીં આવે તો NSUI ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો