વાઘાણીનો વિરોધ:રાજકોટ NSUIએ શિક્ષણમંત્રીના પૂતળાનું દહન કરી કહ્યું: શિક્ષણ ખરાબ છે એટલે તેમનો દિકરો ચોરી કરતા પકડાયો, 15ની અટકાયત

રાજકોટ4 મહિનો પહેલા
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના પૂતળાનું દહન કરવામાં આવ્યું
  • શહેરના એસ્ટ્રોન ચોક ખાતે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના પૂતળાનું દહન કરવામાં આવ્યું
  • શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા બે દિવસ પૂર્વે કરવામાં આવેલ વિવાદિત નિવેદનનો NSUIએ વિરોધ નોંધાવ્યો

રાજકોટમાં આજથી 2 દિવસ પૂર્વે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ગુજરાતના શિક્ષણ વિશે કરેલા વિવાદીત નિવેદનને લઇ રાજકોટમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યાં શહેરના એસ્ટ્રોન ચોક ખાતે NSUIના કાર્યકરો દ્વારા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં 15 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. જ્યાં શહેર NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ કહ્યું હતું કે, શિક્ષણ ખરાબ છે એટલે જીતુ વાઘાણીનો દિકરો ચોરી કરતા પકડાયો

જીતુ વાઘાણી માફી માગે તેવા સુત્રોચ્ચાર કર્યા
વધુમાં તેણે જણાવ્યું હતું કે, જીતુ વાઘણીએ સમગે ગુજરાતનું તથા ગુજરાતની જનતાનું અપમાન કર્યું છે. આ પ્રકારના વિવાદિત નિવેદન બદલ વાઘણીએ માફી મંગાવી જોઈએ. શિક્ષણને મંત્રીની જરૂર નહીં પરંતુ મંત્રીને શિક્ષણની જરૂર છે. આજે યોઅજેયલ વિરોધ પ્રદર્શનમાં જીતુ વાઘાણી માફી માગે તેવા સુત્રોચ્ચાર કર્યા હતા

NSUIના કાર્યકરોએ સુત્રોચાર અને બેનર સાથે વિરોધ કર્યો
NSUIના કાર્યકરોએ સુત્રોચાર અને બેનર સાથે વિરોધ કર્યો

જીતુ વાઘાણીના રાજીનામાની માંગણી કરી
આજે વિરોધ પ્રદર્શનમાં NSUIના કાર્યકરોએ સુત્રોચાર અને બેનર સાથે વિરોધ કર્યો હતો. NSUIએ જીતુ વાઘાણીના રાજીનામાની માંગણી કરી છે. એસ્ટ્રોન ચોક ખાતે જીતુ વાઘાણી ના પૂતળાનું દહન કાર્યક્રમમાં એ ડિવિઝન પોલીસે શહેર NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહીત 15 જેટલા લોકોની કરી અટકાયત કરી હતી.

કરણીસેનાએ કહ્યું વાઘાણીની પ્રવક્તા પદથી બાદબાકી થવી જોઇએ
રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ જે.પી. જાડેજાએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે, જિતુ વાઘાણીના પ્રવક્તા પદ પરથી બાદબાકી થવી જોઇએ. જિતુ વાઘાણીએ યુવાનોની માફી માગવી જોઇએ. વાઘાણીના મત વિસ્તારમાં જીતુ વાઘાણીને ચીમકી આપી કે, આગામી ચૂંટણીમાં પરિણામ ભોગવવા તૈયાર રહેજો. યુવરાજસિંહ કોણ છે? એ મુદ્દે રાજપૂત કરણીસેના નારાજ છે.

આપ દ્વારા પોસ્ટર બતાવી વિરોધ કરવામાં આવ્યો.
આપ દ્વારા પોસ્ટર બતાવી વિરોધ કરવામાં આવ્યો.

આમ આદમી પાર્ટીનો વિરોધ
રાજકોટના ત્રિકોણ બાગ ખાતે આમ આદમી પાર્ટીએ જીતુ વાઘાણી શરમ કરોના પોસ્ટર દર્શાવી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ યુવરાજસિંહને છોડી મૂકોના સુત્રોચ્ચાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...