તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ મહાનગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરોની મુદ્દત 14 ડિસેમ્બરના રોજ પૂર્ણ થતા ચૂંટણી પંચ દ્વારા 21 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઇ હતી. 23 ફેબ્રુઆરીના રોજ પરિણામ આવતા રાજકોટમાં 72માંથી 68 બેઠક પર ભાજપ અને 4 બેઠક પર કોંગ્રેસની જીત થઇ છે. 12 માર્ચે રાજકોટને નવા મેયર મળશે. તેમજ ડે.મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના હોદ્દેદારોની વરણી કરવા માટે સામાન્ય સભા મળશે. રાજકોટમાં મેયર પદ માટે ચાર નામ ચર્ચામાં છે. પહેલા સામાન્ય સભાની તારીખ 11 માર્ચ જાહેર થઇ હતી. પરંતુ બાદમાં 12 માર્ચ કરતા રાજકીય વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યો છે.
દરેક કોર્પોરેટરોને જાણ કરવામાં આવી
રાજકોટ શહેરમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે હેતુથી મ્યુનિસિપલ કમિશનરે રાજકોટ શહેરના કુલ 18 વોર્ડના 72 કોર્પોરેટરની પ્રથમ બેઠક 12 માર્ચે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે સામાન્ય સભા મળશે. જેમાં મેયર, ડેપ્યુટી મેયરની ચૂંટણી તેમજ સ્ટેન્ડિંગ કમિટીના બાર સદસ્યઓની નિમણૂક કરવામાં આવશે. આ અંગે દરેક કોર્પોરેટરોને જાણ કરવામાં આવી છે.
રાજકોટના મેયર પદ માટે ચાર નામ ચર્ચામાં
રાજકોટમાં મેયર પદ માટે ચાર નામો હાલ ચર્ચામાં છે. જેમાં ડો.પ્રદીપ ડવ, ડો.અલ્પેશ મોરજરીયા, હિરેન ખીમાણીયા અને બાબુ ઉધરેજાનો સમાવેશ થાય છે. જ્યારે ડેપ્યુટી મેયર પર પાટીદારને મૂકવામાં આવે તેવી શક્યતા છે. તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન પર પુષ્કર પટેલ, દેવાંગ માંકડ અને નેહલ શુક્લનું નામ ચર્ચામાં છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.