રાજકોટની નવરાત્રિ LIVE:શહેરની ગાયકવાડી અને રાધામીરાં સોસાયટીમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી, ભૂલકાંઓ અને બાળાઓ ઉત્સાહપૂર્વક ગરબે રમ્યા

રાજકોટ17 દિવસ પહેલા
રૈયા રોડ પાસે બ્રહ્મ સમાજ ચોકની ગરબી.
  • શહેરમાં નવરાત્રિમાં મ્યુનિ. સર્વેલન્સ સાથે ટેસ્ટિંગ અને વેક્સિનેશન સઘન કરશે
  • CPનું બંને ડોઝ લેનારા જ ઉજવણી કરી શકશેનું જાહેરનામું

કોરોના શરુ થયો ત્યારથી તહેવારોની ઉજવણીમાં પર ગ્રહણ લાગ્યું હતું જે હવે કેસ નિયંત્રણમાં આવતા કેટલીક મર્યાદા સાથે સરકારે ફરીથી છૂટછાટ આપી છે. ત્યારે ગુજરાતીઓનો અને ગુજરાતનો લોકપ્રિય તહેવાર નવરાત્રિની શેરી, ગલીઓ અને સોસાયટીઓમાં ધામધૂમથી ઉજવણી શરૂ થઈ ગઈ છે. આજથી મા જગદંબાની આરધાના કરવાનું પર્વ નવલા નવરાત્રિનો પ્રારંભ થઈ ગયું છે. ત્યારે કોરોના મહામારીને કારણે ગત વર્ષે સાવ બંધ રહેલા નવરાત્રિ ગરબામાં આ વર્ષે સરકાર દ્વારા શેરી ગરબામાં 400 લોકોની સંખ્યા સાથે છૂટ આપવામાં આવી છે. આજે રાજકોટના મોરબી રોડ પર આવેલી રાધામીરાં સોસાયટી, ગાયકવાડી વિસ્તાર, રૈયા રોડ પાસે બ્રહ્મ સમાજ ચોક અને જંકશન પ્લોટમાં આંબલીયા હનુમાન ગરબીમાં એક વર્ષના અંતર બાદ આ વર્ષે ઉત્સાહપૂર્વક લોકો નવરાત્રિ ઉજવી રહ્યા છે.

રાધામીરાં સોસાયટી.
રાધામીરાં સોસાયટી.

ફરજિયાત માસ્ક પહેરી રાખવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું
ઉલ્લેખનીય છે કે નવરાત્રીને લઇને રાજકોટમાં નવરાત્રિને લઇને કોર્પોરેશન અને પોલીસ ટીમે તૈયારી કરી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે નાયબ આરોગ્ય અધિકારી આશિષકુમારે Divya Bhaskarને જણાવ્યું હતું કે, રાજકોટમાં 42 હજાર જેટલા લોકો વેક્સિનેશનમાં બાકી છે. આ અઠવાડિયામાં આ લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં આવશે. નગરજનોને મારી અપીલ છે કે, ફરજિયાત માસ્ક પહેરી રાખવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું. નવરાત્રિમાં પણ લોકો કોરોના ગાઇડલાઇનનું પાલન કરે તેવી અપેક્ષા છે. કાલે બે કેસ આવ્યા તેમાં આપણે સઘન સર્વેલન્સની કામગીરી કરી છે. કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. બંનેએ વેક્સિનના બંને ડોઝ લીધા હોવાથી તબીયત સારી છે. હાલ તો બે ઘર પુરતો જ નિર્ણય લેવામાં આવશે.

ગાયકવાડી શેરી નં.9
ગાયકવાડી શેરી નં.9

રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું
નવરાત્રિ દરમિયાન રાજકોટ શહેરમાં રાત્રિના 12 વાગ્યા સુધી શેરી, સોસાયટી, ફ્લેટમાં 400 વ્યકિતઓની મર્યાદામાં ગરબાનુ આયોજન તેમજ દુર્ગાપૂજા, શરદ પૂર્ણીમા, દશેરાના તહેવારની ઉજવણી કરી શકાશે. એટલે કે હાલમાં ફક્ત પ્રાચીન ગરબાના આયોજનની જ છૂટ આપવામાં આવી છે. જેના આયોજન કરતાઓએ રાત્રિના 12 વાગ્યે તમામ લોકો પોતાના ઘરે પહોંચી જાય તેવી રીતે આયોજન કરવાનુ રહેશે. જો કોઇ રાત્રીના 12 વાગ્યા બાદ મળી આવશે તો તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જંકશન પ્લોટમાં આંબલીયા હનુમાન ગરબી
જંકશન પ્લોટમાં આંબલીયા હનુમાન ગરબી

સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકાશે
​​​​​​​
તેમજ ગરબા ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યકિતઓએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલા હોવા જોઇએ. તેમજ ગરબા દરમિયાન ભાગ લેનાર લોકોને વેક્સિન લેવા અંગે જાગૃત કરવા તેમજ જેઓએ વેક્સિન લીધી ન હોય તેઓને વેક્સિન લેવા પ્રોત્સાહીત કરવા અપીલ કરવામાં આવે છે. ગરબાના આયોજન દરમિયાન ઉપયોગ થતા લાઉડ સ્પીકર/ધ્વની નિયંત્ર અંગે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશોનું ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે.