છેતરપિંડી:રાજકોટ નેશનલ સેફ્ટી એન્ડ ફાયર કંપનીએ કરી છેતરપિંડી

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બોગસ સહી-સિક્કાના આધારે રકમ ઉપાડી

રાજકોટ નેશનલ સેફ્ટી એન્ડ ફાયર કંપનીના નામથી વેપાર કરતા યુસુફ એસ.માકડા સામે અમદાવાદની કંપનીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સાણંદ ખાતે નારાયણ એસ્ટેટમાં આવેલી ડીઆઇએફડી ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીના ડાયરેક્ટર મુકેશભાઇ અમૃતભાઇ કલાલે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની કંપની પવનચક્કીના ટાવર બનાવે છે.

તેમની કંપનીના બે પૈકી એક પ્લાન્ટ માલવણ ખાતે આવેલો હોય તે પ્લાન્ટના શ્રમિકોની સેફ્ટી માટે હેલ્મેટ, શૂઝની જરૂરિયાત હોવાથી રાજકોટની ઉપરોક્ત કંપની પાસેથી અગાઉ સામાન મગાવ્યો હતો. જેનું પેમેન્ટ પણ સમયસર કરી દેવામાં આવ્યું હતું. રાજકોટની પેઢી દ્વારા યોગ્ય અને ગુણવત્તાભર્યો સામાન મળતો હોય વધુ સામાન મગાવ્યો હતો.

પરંતુ છેલ્લે સેફ્ટી શૂઝ મગાવ્યા તે ગુણવત્તાવાળા ન હોય પાછા મોકલવાની વાત કરી ત્યારે રાજકોટની પેઢીના માલિક યુસુફ માકડાએ તે સામાન ત્યાં જ રાખવા અને તેઓ નવો સામાન મોકલશે તેવી વાત કરી, પરંતુ તેમને મોકલ્યો ન હતો. ત્યારે અમારી કંપનીના બેંક ખાતામાંથી રૂ.66,711 ઉપડી ગયા હતા.

તપાસ કરતા પેઢીના માલિક યુસુફ માકડાએ અમારી કંપનીના બોગસ સહી અને સિક્કાના આધારે રકમ ઉપાડી હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે યુસુફ માકડા સાથે વાત કરતા તેને બીજા દિવસે તે રકમ જમા કરાવી દીધી હતી. આમ અમારી કંપનીના બોગસ સહી, સિક્કા બનાવી છેતરપિંડી કરી હોય ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...